<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 8th July 2026

જયારે, પોલીસ ઇન્‍સ્‍પેક્‍ટર કુલદીપસિંહ ગોહિલ બાળકોના મૃતદેહ શોધવા ઊંડા પાણીમાં યુનિફોર્મ સાથે કૂદી પડયા

૧૯૪૧ના જુલાઈ માસમા સુરતમા જળ બંબાકારનો વરવો રેકોર્ડ તૂટયો : માસુમ બાળકો ગુમાવનાર માતાના આંશુનો દરિયો પોલિસ અધિકારિઓ અને સ્‍ટાફનું હૃદય હચમચાવી દીધું છે : મુળ રાજકોટના વતની અને ક્રિકેટમા રાષ્‍ટ્રીય લેવલે મોટુ નામ ધરાવતા આ PI પર સુરતવાસીઓ આફ્રિન.... : સુરતનું પોલીસ તંત્ર લોકોના બચાવ માટે જાનના જોખમે ફરજ બજાવી રહયુ છેઃ પોલિસ કમિશનર વાંબાગ જમીર ફિલ્‍ડમા ઉતર્યા, ટ્રાફિક બ્રાન્‍ચ વડા સજ્જનસિંહ પરમારના નેતૃત્‍વમાં એસીપી એસ. આર. ટંડેલના નેતૃતમા ટ્રાફિક બ્રાન્‍ચ પણ મેદાને ઉતરી..પૂર્વ સીપી અનુપમસિંહ ગેહલોતે સુરતવાસીઓના હાલ ચાલ ભારે વ્‍યસ્‍તતા વચ્‍ચે જાણ્‍યા...

રાજકોટ, તા.૮: સુરતમાં આભ ફાટયા જેવી હાલત થતા અને વિદ્યાર્થીઓ સહીત ઘણાં લોકોના મોત નીપજ્‍યા છે,  લોકો ભયના ઓથાર નીચે ઘરમાં કેદ થયા છેં, ત્‍યારે મંગળવારે કુદરતનો કહેર વરસ્‍યા જેવી હાલત થતા, આવી પરિસ્‍થિતિ સમયે રસ્‍તા પર બચાવ કાર્યો માટે ઉતારવાની સુરતના પૂર્વ પોલીસ કમિશનર અનુપમસિંહ ગેહલોતની પરંપરા યથાવત રહી હોય તેવા કાર્યો સુરત પોલિસ દ્વારા થયા છેં.

સચિન જીઆઇડીસી વિસ્‍તારમાં આવેલ મહાવીર સોસાયટીમાં ૨ બાળકો છઠ પૂજા માટે કરેલ ખાડા માં ડૂબીને મરણ ગયેલ હોઈ અને અન્‍ય બાળકો ડૂબ્‍યા હોઈ જેને શોધખોળ કરવા સચિન GIDC વિસ્‍તારમા આવેલ મહાવીર સોસોયટીની કરુણ અને હૃદય હચમચાવનાર ઘટનાની જાણ થતા, અને બીજાં બાળકો પણ ખાડામાં ડૂબ્‍યા હોય આ બાળકોના માતાનું, રૂદન સાંભળી સ્‍થળ પર પોહચેલ મૂળ રાજકોટ પંથકના અને સુરતમા પોલિસ ઇન્‍સ્‍પેક્‍ટર તરીકે ફરજ બજાવવા સાથે ક્રિકેટમા રાષ્‍ટ્રીય લેવલ પર મોટુ નામ ધરાવતા માનવીય અભિઞમ ધરાવતા  કુલદીપસિંહ   તુરંત છાતીભેર પાણીમા કૂદી બાળકોના મળતદેહની શોધ ખોળમા લાગી ગયેલ. ઉધના વિસ્‍તારમાં કમર ડૂબ પાણી ભરાતા લોકો ઘરમાં ફરજીયાત નજર કેદ થયા છે, પોલીસ કમિશનર વાંબાગ જમીર જાતે આખી પરિસ્‍થિતિ કંટ્રોલ કેરી રહ્યા છે. સુરતે આ વર્ષે ૧૯૪૧મા જુલાઈ માસમા જે તબાહી મચાવી હતી તેનો આટલા વર્ષે રેકોર્ડ તોડયો છે

(2:44 PM IST)