<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 29th May 2026

ગુજરાતમાં મેડિકલ અને પેરામેડિકલ પ્રવેશ પ્રક્રિયાનો પ્રારંભ

કુલ 56,754 બેઠકો માટે લાયક ઉમેદવારો 29 મેથી 12 જૂન સુધી નિર્ધારિત ફી ચૂકવી ઓનલાઇન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન કરાવી શકશે.

અમદાવાદ : ગુજરાત પ્રોફેશનલ નર્સિંગ એન્ડ એલાઈડ મેડિકલ એજ્યુકેશનલ કોર્સીસ  સમિતિએ શૈક્ષણિક વર્ષ 2026-27 માટે બી.એસ.સી નર્સિંગ, ફિઝિયોથેરાપી અને નેચરોપથી સહિતના વિવિધ પેરામેડિકલ અભ્યાસક્રમોમાં પ્રવેશ પ્રક્રિયાની સત્તાવાર જાહેરાત કરી છે. રાજ્યની સરકારી અને સ્વનિર્ભર સંસ્થાઓમાં ઉપલબ્ધ કુલ 56,754 બેઠકો માટે લાયક ઉમેદવારો 29 મે 2026 થી 12 જૂન સુધી નિર્ધારિત ફી ચૂકવી ઓનલાઇન પિન ખરીદી અને રજીસ્ટ્રેશન કરાવી શકશે. આ પ્રક્રિયા પૂર્ણ કરવા માટે વિદ્યાર્થીઓએ 30 મે થી 13 જૂન દરમિયાન રાજ્યના 145 હેલ્પ સેન્ટરો પર જઈને દસ્તાવેજોની ચકાસણી કરાવવાની રહેશે, જેમાં ગુજરાત બોર્ડ ઉપરાંત CBSE અને અન્ય માન્ય બોર્ડના વિદ્યાર્થીઓ પણ ભાગ લેવા પાત્ર છે.

(1:12 PM IST)