News of Thursday, 26th November 2026
ગોધરામાં વીજચોરી સામે MGVCL દ્વારા મેગા ડ્રાઇવ: રૂ.1.05 કરોડની વીજચોરી પકડાઈ
અંદાજે 1,300 જેટલા વીજ કનેક્શનનું ચેકિંગ: 70 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ અને વીજચોરી ઝડપાઈ

પંચમહાલના ગોધરામાં વીજચોરી સામે MGVCL દ્વારા મેગા ડ્રાઇવ હાથ ધરવામાં આવી હતી. શહેરના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારોમાં એકસાથે 45 ટીમોએ તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો. આ દરમિયાન અંદાજે 1,300 જેટલા વીજ કનેક્શનનું ચેકિંગ કરવામાં આવ્યું હતું. તપાસ દરમિયાન 70 જેટલા વીજ કનેક્શનમાં ગેરરીતિ અને વીજચોરી ઝડપાઈ હતી. MGVCLની ટીમોએ કુલ રૂ.1.05 કરોડની વીજચોરી પકડી પાડી છે. વીજચોરી કરતા તત્વો સામે દંડનીય કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. MGVCLની આ મેગા ડ્રાઇવને પગલે વીજચોરી કરનારાઓમાં ફફડાટ ફેલાયો છે.
(7:43 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
