તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 20th July 2026
અમદાવાદમાં ફટાકડા ફેક્ટરી દુર્ઘટના બાદ મેગા ફાયર સેફટી ડ્રાઈવ :299 એકમોમાં આકસ્મિક તપાસ
માત્ર એક જ દિવસમાં 147 એકમોનું ચેકિંગ હાથ ધરીને ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરવા બદલ 30 એકમોને નોટિસ

અમદાવાદના રામોલ વિસ્તારમાં આવેલી ફટાકડા ફેક્ટરીમાં થયેલા વિસ્ફોટની ગંભીર દુર્ઘટના બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC) દ્વારા વ્યાપક મેગા ફાયર સેફ્ટી ડ્રાઇવ હાથ ધરવામાં આવી છે. આ ઝુંબેશ હેઠળ AMC અને AUDA વિસ્તારમાં આવેલા કુલ 299 જેટલા એકમોની આકસ્મિક તપાસ કરવામાં આવી હતી, જેમાં કાર્યવાહીના ડરથી અનેક એકમોના માલિકો સ્થળ પરથી ફરાર થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. માત્ર 19 જુલાઈના રોજ જ 147 એકમોનું ચેકિંગ હાથ ધરીને ફાયર સેફ્ટીના નિયમોનો ભંગ કરવા બદલ 30 એકમોને નોટિસ ફટકારવામાં આવી હતી તેમજ ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો ફટાકડાનો મોટો જથ્થો જપ્ત કરી તેનો યોગ્ય નિકાલ કરવામાં આવ્યો હતો.
(11:48 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
