News of Tuesday, 7th July 2026
બપોરે 12 વાગ્યા સુધીમાં 119 તાલુકામાં મેઘ મહેર :સૌથી વધુ કામરેજમાં 6.2 ઇંચ વરસાદ ખાબક્યો
9 તાલુકામાં 3 ઇંચથી 6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો:25 તાલુકામાં 1થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો : સવારે 10થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 87 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ સુરતમાં વરસ્યો

ગુજરાતમાં આજે સવારથી મેઘાવી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલા ભારેથી અતિભારે વરસાદની આગાહી અનુરુપ આજે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજ્યના વિભિન્ન ભાગોમાં ધોધમાર વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 119 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ કામરેજમાં 6..2 ઇંચ વરસાદ નોંધાયો છે.
આજે બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 119 તાલુકામાં વરસાદ વરસ્યો છે. જેમાં 9 તાલુકામાં 3થી 6 ઇંચ સુધી વરસાદ નોંધાયોછે
આજે સવારે વરસેલા વરસાદના આકંડાઓ પર નજર ફેરવીએ તો છેલ્લા બે કલાકમાં એટલે કે સવારે 10થી 12 વાગ્યા સુધીમાં રાજ્યના 87 તાલુકામાં હળવોથી ભારે વરસાદ વરસ્યો છે. જેમાં સૌથી વધુ 2.8 ઇંચ વરસાદ સુરતમાં ખાબક્યો છે. જ્યારે કામરેજમાં 2.5 ઇંચ, પલસાણામાં 2.5 ઇંચ, ધનસુરામાં 1.6 ઇંચ વરસાદ વરસ્યો છે
આજે સવારે 6 વાગ્યાથી બપોરે 12 વાગ્યા સુધીમાં રાજ્યના 119 તાલુકામાં મેઘ મહેર જોવા મળી છે. જેમાં 9 તાલુકામાં 3 ઇંચથી 6 ઇંચ સુધીનો વરસાદ વરસ્યો છે. જ્યારે 25 તાલુકામાં 1થી 3 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે. 85 તાલુકામાં 1 ઇંચ કરતા ઓછો વરસાદ પડ્યો છે.
(1:44 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
