<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 25th July 2026

પાટણમાં મેઘરાજાએ મચાવ્યો ભારે ઉત્પાત! સમીના વાહેદપુરામાં તળાવ ઓવરફ્લો થતાં ગામમાં પૂરની સ્થિતિ, તંત્રની સમયસૂચકતાથી મોટી હોનારત ટળી

નીચાણવાળા વિસ્તારમાં પૂરના પાણી ઘૂસતાં જ 80 લોકોને રેસ્ક્યુ કરી સલામત સ્થળે ખસેડાયા, ગામની શાળામાં આશ્રય આપી ભોજન સહિતની વ્યવસ્થા કરાઈ

પાટણ : ઉત્તર ગુજરાતના પાટણ જિલ્લામાં મેઘરાજાએ અનરાધાર હેલી વરground કરતા ઠેર ઠેર જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. ખાસ કરીને સમી તાલુકાના વાહેદપુરા ગામે ભારે વરસાદને કારણે ગામનું તળાવ અચાનક ઓવરફ્લો થતાં ગામમાં પૂર જેવો કટોકટીનો માહોલ ઉભો થયો હતો. જોકે, જિલ્લા વહીવટી તંત્રની ભારે સમયસૂચકતા અને રોકેટ સ્પીડ જેવી કામગીરીને કારણે એક મોટી જાનહાનિ ટળી ગઈ છે.
તળાવની સપાટી છલકાઈ જતાં જ વાહેદપુરાના નીચાણવાળા વિસ્તારો અને ઘરોમાં પાણી ભરાવાનું શરૂ થઈ ગયું હતું. સંભવિત જોખમને અગાઉથી જ પારખીને તંત્ર એક્શન મોડમાં આવી ગયું હતું. લાયસન ઓફિસર અને સમીના પ્રાંત ઓફિસરના સીધા માર્ગદર્શન હેઠળ મામલતદાર, તાલુકા વિકાસ અધિકારી અને પોલીસનો કાફલો તાત્કાલિક ગામમાં પહોંચી ગયો હતો.
તંત્રએ સહેજ પણ વિલંબ કર્યા વગર નીચાણવાળા વિસ્તારમાં રહેતા 80 જેટલા લોકોને સફળતાપૂર્વક રેસ્ક્યુ કરીને ગામની જ નવીન વાહેદપુરા પ્રાથમિક શાળામાં સુરક્ષિત રીતે ખસેડી લીધા હતા. આ અસરગ્રસ્તો માટે શાળામાં રહેવા, ખાવા-પીવાની તમામ જરૂરી વ્યવસ્થા પણ વહીવટી તંત્ર દ્વારા ઊભી કરવામાં આવી છે.
વહીવટી અધિકારીઓની રાત-દિવસની મહેનત અને ઝડપી નિર્ણયોને કારણે ગામલોકોએ હાશકારો અનુભવ્યો છે અને તંત્રનો આભાર માન્યો છે. હાલ વાહેદપુરામાં સ્થિતિ પૂરેપૂરી નિયંત્રણ હેઠળ છે, છતાં પણ ટીમ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. સાથે જ તંત્રએ નાગરિકોને સોશિયલ મીડિયા પર વહેતી અફવાઓથી દૂર રહેવા અને માત્ર સત્તાવાર ચેતવણીઓ પર જ વિશ્વાસ રાખવા નમ્ર અપીલ કરી છે.

(6:41 PM IST)