તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 21st September 2026
રાજ્યના ૯૩ તાલુકાઓમાં ધીમીધારે વરસતા મેઘરાજા
ભાવનગર જિલ્લાના મહુવામાં ૪.૧૩, રાજકોટ જિલ્લાના ગોંડલમાં ૩.૬૨, જુનાગઢ જિલ્લાના માણાવદરમાં ૨.૮ , જૂનાગઢ અને જુનાગઢ સિટીમાં ૨.૩૬ અને વંથલીમાં ૨.૦૫ ઇંચ આજે અમદાવાદ સહિત કેટલાક વિસ્તારોમાં વાદળછાયું વાતાવરણ અને હળવાથી મધ્યમ વરસાદની શક્યતા રહેશે, તો સુરત સહિત દક્ષિણ ગુજરાતના કેટલાક વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ થવાની શક્યતાઃ હવામાન ખાતુ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ રાજ્યના જીલ્લાના તાલુકા ઓ માં મેઘરાજા રહેમરાહે વરસતા ૪.૧૩ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે, જોકે આજે પણ મોટાભાગે મેઘરાજા હળવા વરસશે અથવા વિરામ ઉપર રહેશે, તેમ જણાય છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં નોંધાયેલ વરસાદ ના મુખ્યત્વે આંકડા ને જોઈએ તો ભાવનગરઃ મહુવા ૧૦૫ મીમી, ગારીયાધાર ૨૨ મીમી, વલ્લભીપુર ૧૯ મીમી, તળાજા ૧૫ મીમી, જેસર ૧૧ મીમી, ઉમરાળા ૧૧ મીમી, પાલિતાણા ૭ મીમી અને ભાવનગર ૧ મીમી વરસાદ.
રાજકોટઃ ગોંડલ ૯૨ મીમી, જસદણ ૪૦ મીમી, જેટપુર ૩૭ મીમી, કોટડા સાંગાણી ૩૦ મીમી, લોધિકા ૨૪ મીમી, જામકંડોરણા ૨૦ મીમી, રાજકોટ ૧૮ મીમી, ધોરાજી ૧૭ મીમી, પડધરી ૭ મીમી અને ઉપલેટા ૪ મીમી વરસાદ.
જૂનાગઢઃ માણાવદર ૭૧ મીમી, જૂનાગઢ ૬૦ મીમી, જૂનાગઢ શહેર ૬૦ મીમી, વંથલી ૫૨ મીમી, કેશોદ ૪૬ મીમી, વિસાવદર ૨૧ મીમી, માંગરોળ ૨૦ મીમી, ભેસાણ ૯ મીમી અને મેંદરડા ૨ મીમી વરસાદ.
ગીર સોમનાથઃ પાટણ-વેરાવળ ૫૦ મીમી, તાલાલા ૩૦ મીમી, સુત્રાપાડા ૨૭ મીમી, કોડીનાર ૨૭ મીમી, ઊના ૧૮ મીમી અને ગીર ગઢડા ૫ મીમી વરસાદ.
દેવભૂમિ દ્વારકાઃ ભાણવડ ૪૯ મીમી, દ્વારકા ૪ મીમી અને કલ્યાણપુર ૨ મીમી વરસાદ.
અમરેલીઃ કુંકાવાવ-વડિયા ૪૪ મીમી, જાફરાબાદ ૩૫ મીમી, બાબરા ૨૮ મીમી, લાઠી ૨૭ મીમી, અમરેલી ૨૬ મીમી, સાવરકુંડલા ૧૯ મીમી, લીલીયા ૧૪ મીમી, ખાંભા ૧૩ મીમી, ધારી ૬ મીમી, રાજુલા ૫ મીમી અને બગસરા ૨ મીમી વરસાદ. સુરતઃ સુરત શહેર ૩૯ મીમી અને ઓલપાડ ૮ મીમી વરસાદ.જામનગરઃ લાલપુર ૨૮ મીમી, ધ્રોલ ૨૨ મીમી, જોડિયા ૧૨ મીમી, જામનગર ૪ મીમી, કાલાવડ ૪ મીમી અને જામજોધપુર ૨ મીમી વરસાદ.પંચમહાલઃ ગોધરા ૨૬ મીમી અને કાલોલ ૨ મીમી વરસાદ.પોરબંદરઃ કુતિયાણા ૨૦ મીમી અને રાણાવાવ ૬ મીમી વરસાદ.વડોદરાઃ ડેસર ૧૯ મીમી અને કરજણ ૬ મીમી વરસાદ.ભરૂચઃ હાંસોટ ૧૭ મીમી, આમોદ ૩ મીમી અને જંબુસર ૧ મીમી વરસાદ. કચ્છઃભુજ ૧૫ મીમી, માંડવી ૫ મીમી અને ગાંધીધામ ૨ મીમી વરસાદ.અમદાવાદઃ અમદાવાદ શહેર ૧૪ મીમી, બાવળા ૬ મીમી, ધોળેરા ૫ મીમી અને વિરમગામ ૨ મીમી વરસાદ.
મોરબીઃ વાંકાનેર ૧૩ મીમી, ટંકારા ૭ મીમી, મોરબી ૫ મીમી અને માળિયા ૪ મીમી વરસાદ.પાટણઃ સાંતલપુર ૧૩ મીમી, હારીજ ૯ મીમી અને ચાણસ્મા ૪ મીમી વરસાદ.વાવ-થરાદઃ દિયોદર ૧૦ મીમી, સુઈગામ ૫ મીમી, ભાભર ૨ મીમી અને લાખણી ૧ મીમી વરસાદ.સુરેન્દ્રનગરઃ મુળી ૭ મીમી, સાયલા ૭ મીમી, લખતર ૪ મીમી અને ચોટીલા ૩ મીમી વરસાદ.ખેડાઃ ઠાસરા ૫ મીમી વરસાદ. સાબરકાંઠાઃ ઇડર ૫ મીમી વરસાદ. મહેસાણાઃ ઊંઝા ૪ મીમી વરસાદ.ઙ્કઆણંદઃ પેટલાદ ૩ મીમી અને સોજિત્રા ૨ મીમી વરસાદ.નર્મદાઃ દેડિયાપાડા ૩ મીમી વરસાદ. બનાસકાંઠાઃ ડીસા ૬ મીમી વરસાદ નોંધાયો છે.
હવામાન વિભાગ ની આગાહી અનુસાર આજે રાજ્યમાં ઉત્તર ગુજરાતઃ બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લામાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદના ઝાપટાં પડી શકે છે. ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
મધ્ય ગુજરાતઃ અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, પંચમહાલ, મહીસાગર, દાહોદ, વડોદરા અને છોટાઉદેપુરમાં કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની શક્યતા છે. અમદાવાદમાં ૨૧ સપ્ટેમ્બરે વાદળછાયું વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી અને આશરે ૩૫ઓઘ્ મહત્તમ તાપમાન દર્શાવવામાં આવ્યું છે.
દક્ષિણ ગુજરાતઃ ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડમાં વરસાદી માહોલ રહેવાની શક્યતા છે. કેટલાક સ્થળોએ ગાજવીજ સાથે વરસાદના ઝાપટાં પણ પડી શકે છે. સૌરાષ્ટ્રઃ ભાવનગર, અમરેલી, રાજકોટ, જામનગર, દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, મોરબી અને સુરેન્દ્રનગરમાં કેટલાક સ્થળોએ છૂટાછવાયા વરસાદની શક્યતા છે, રાજકોટ માટે આઈએમડીએ વાદળછાયા વાતાવરણ સાથે હળવા વરસાદની આગાહી કરી છે. કચ્છઃ કચ્છ જિલ્લા માં પણ કેટલાક વિસ્તારોમાં છૂટાછવાયા વરસાદની શક્યતા છે, પરંતુ ભારે વરસાદની કોઈ ચેતવણી નથી.
(11:35 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
