News of Thursday, 23rd July 2026
છેલ્લા ૫૦ કલાકમાં ઉમરગામમાં ૫૦ ઇંચ દક્ષિણ ગુજરાત ઉપર મેઘરાજા કોપાયમાન
કપરાડા ૪૮.૫ ઇંચ, નાનાપોંઢા ૪૦ ઇંચ, પારડી ૩૧ ઇંચ, ઉમરપાડા ૩૦ ઇંચ, ધરમપુર ૩૦ ઇંચ, વાપી ૨૬ ઇંચ, ખેરગામ ૨૫ ઇંચ, અને વઘઈ ૨૪ ઇંચ ભારે વરસાદ

(જીતેન્દ્ર રૂપારેલિયા) વાપીઃ મેઘરાજા જાણે દક્ષિણ ગુજરાત પંથક ઉપર કોપાયમાન થયા હોય તેમ છેલ્લા બે... ચાર દિવસથી સતત વરસી રહ્યા છે જેમાં મોટાભાગ ના વિસ્તારો જળબંબાકાર થઈ જવા પામ્યા છે.
૨૧ જુલાઈ સવારે ૬ વાગ્યા થી લઈ ને આજે ૨૩ જુલાઈ સવાર ના ૮ વાગ્યા સુધી માં એટલે કે છેલ્લા ૫૦ કલાક માં નોંધાયેલ મુખ્ય વરસાદ ના આંકડા ને જોઈએ તો, ઉમરગામ ૫૦ ઇંચ ( ૪૯.૦૪ ), કપરાડા ૪૮.૫ ઇંચ,નાનાપોંઢા ૪૦ ઇંચ, પારસી ૩૧ ઇંચ, ઉમરપાડા અને ધરમપુર ૩૦ ઇંચ, વાપી ૨૬ ઇંચ, ખેરગામ ૨૫ ઇંચ, અને વઘઈ ૨૪ ઇંચ અતી ભારે વરસાદ નોંધાયો છે.
ફલડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર છેલ્લા ૨૪ કલાકમાં ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં નોંધાયેલ વરસાદ મહિસાગર જિલ્લામાં લુણાવાડા ૫૫ મી.મી., વિરપુર ૩૭ મી.મી., બાલાસિનોર ૧૪ મી.મી., સંતરામપુર ૧૨ મી.મી., ગોધર ૧૦ મી.મી. અને ખાનપુરમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો.
પંચમહાલ જિલ્લામાં શેહેરા ૫૧ મી.મી., ગોધરા ૨૨ મી.મી., હાલોલ ૧૨ મી.મી. અને મોરવા (હડફ)માં ૧૨ મી.મી. વરસાદ નોંધાયો.
ભરૂચ જિલ્લામાં હાંસોટ ૪૮ મી.મી., વાલિયા ૨૭ મી.મી., અંકલેશ્વર ૧૫ મી.મી., ભરૂચ ૧૦ મી.મી., વાગરા ૧૦ મી.મી., જંબુસર ૯ મી.મી. અને આમોદમાં ૬ મી.મી. વરસાદ નોંધાયો.
બોટાદ જિલ્લામાં બોટાદ ૪૪ મી.મી., રાણપુર ૧૨ મી.મી. અને બરવાળામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
છોટાઉદેપુર જિલ્લામાં નસવાડી ૪૩ મી.મી., કવાંટ ૧૦ મી.મી., સંખેડા ૪ મી.મી., છોટાઉદેપુર ૩ મી.મી. અને બોડેલીમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
સાબરકાંઠા જિલ્લામાં વિજયનગર ૪૨ મી.મી., પોશીના ૧૭ મી.મી., ખેડબ્રહ્મા ૧૫ મી.મી., હિમતનગર ૧૨ મી.મી., તલોદ ૧૦ મી.મી., પ્રાંતિજ ૧૦ મી.મી., ઈડર ૩ મી.મી. અને વડાલીમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
નર્મદા જિલ્લામાં તિલકવાડામાં ૪૦ મી.મી. વરસાદ નોંધાયો.
ગાંધીનગર જિલ્લામાં દહેગામ ૩૫ મી.મી., ગાંધીનગર ૨૩ મી.મી., કલોલ ૮ મી.મી. અને માણસામાં ૩ મી.મી. વરસાદ નોંધાયો.
અરવલ્લી જિલ્લામાં ધનસુરા ૩૫ મી.મી., બાયડ ૧૫ મી.મી., મોડાસા ૮ મી.મી., ભિલોડા ૭ મી.મી., શામળાજી ૬ મી.મી., સથંબા ૩ મી.મી., મેઘરજ ૩ મી.મી. અને માલપુરમાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
બનાસકાંઠા જિલ્લામાં દાંતા ૩૩ મી.મી., પાલનપુર ૨૩ મી.મી., હડાદ ૧૯ મી.મી., અમીરગઢ ૧૮ મી.મી., ડીસા ૭ મી.મી., ઓગડ ૫ મી.મી., વડગામ ૪ મી.મી., ધાનેરા ૩ મી.મી. અને દાંતીવાડામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
તાપી જિલ્લામાં ઉચ્છલ ૨૮ મી.મી., નિઝર ૨૮ મી.મી. અને કુકરમુંડામાં ૨૫ મી.મી. વરસાદ નોંધાયો.
દાહોદ જિલ્લામાં દાહોદ ૨૮ મી.મી., લીમખેડા ૨૨ મી.મી., દેવગઢ બારિયા ૨૨ મી.મી., ફતેપુરા ૨૦ મી.મી., સિગવડ ૮ મી.મી., ધાનપુર ૭ મી.મી., સુખસર ૭ મી.મી., ગરબાડા ૩ મી.મી., સંજેલી ૩ મી.મી. અને ગોવિદ ગુરુ લીમડીમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
જામનગર જિલ્લો (જામજોધપુર ૨૫ મી.મી.) સૌરાષ્ટ્ર વિભાગ હોવાથી સમાવેલ નથી.
સુરેન્દ્રનગર જિલ્લો સૌરાષ્ટ્ર વિભાગ હોવાથી સમાવેલ નથી.
વડોદરા જિલ્લામાં સિનોર ૨૦ મી.મી., વડોદરા ૧૩ મી.મી. અને ડભોઈમાં ૫ મી.મી. વરસાદ નોંધાયો.
મહેસાણા જિલ્લામાં વિજાપુર ૨૦ મી.મી., વડનગર ૧૫ મી.મી., ખેરાલુ ૧૫ મી.મી., કડી ૧૩ મી.મી., બેચરાજી ૧૦ મી.મી., સતલાસણા ૧૦ મી.મી., વિસનગર ૬ મી.મી., મહેસાણા ૬ મી.મી. અને ઊંઝામાં ૨ મી.મી. વરસાદ નોંધાયો.
કચ્છ જિલ્લામાં મુન્દ્રા ૧૪ મી.મી., માંડવી ૯ મી.મી. અને રાપરમાં ૩ મી.મી. વરસાદ નોંધાયો.
ખેડા જિલ્લામાં કપડવંજ ૧૦ મી.મી., ગળતેશ્વર ૬ મી.મી., ફાગવેલ ૩ મી.મી., મહેમદાવાદ ૩ મી.મી., ખેડા ૨ મી.મી., ઠાસરા ૨ મી.મી. અને માતરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
પાટણ જિલ્લામાં સાંતલપુર ૧૦ મી.મી., પાટણ ૬ મી.મી., રાધનપુર ૫ મી.મી., સરસ્વતી ૫ મી.મી., ચાણસ્મા ૨ મી.મી., હારીજ ૨ મી.મી. અને સામીમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
અમદાવાદ જિલ્લામાં ધોલેરા ૯ મી.મી., ધંધુકા ૪ મી.મી., દાસક્રોઈ ૩ મી.મી. અને અમદાવાદ શહેરમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો.
આણંદ જિલ્લામાં અંકલાવમાં ૨ મી.મી. અને ઉમરેઠમાં ૧ મી.મી. વરસાદ નોંધાયો છે
(11:34 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
