News of Tuesday, 23rd June 2026
સાપુતારામાં મેઘરાજાની એન્ટ્રીઃ ઠંડક સાથે પ્રવાસીઓની મોજ
ડાંગના હિલ સ્ટેશનમાં ઝરમર વરસાદ, તાપમાનમાં ઘટાડોઃ આખા ડુંગરાળ વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ

ડાંગ, તા.૨૩ : ગુજરાતના એકમાત્ર હિલ સ્ટેશન સાપુતારામાં મેઘરાજાએ એન્ટ્રી કરી લીધી છે. ગઈકાલે રાતથી ઝરમર વરસાદ શરૂ થતાં આખા ડુંગરાળ વિસ્તારમાં ઠંડક પ્રસરી ગઈ છે. વરસાદને કારણે તાપમાનમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
વરસાદી માહોલ વચ્ચે સાપુતારાના સનસેટ પોઈન્ટ, તબક પોઈન્ટ અને તળાવ કિનારે ધુમ્મસની ચાદર છવાઈ ગઈ છે. ઝરમર વરસાદ અને ઠંડા પવનો વચ્ચે પ્રવાસીઓ બોટિંગની મજા માણી રહ્યા છે.
ચોમાસાની શરૂઆત સાથે જ ડાંગ જિલ્લાનું હવામાન એકદમ રમણીય બની ગયું છે.
હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ૨-૩ દિવસ ડાંગ અને આસપાસના ઘાટ વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદ ચાલુ રહેશે. વરસાદ બાદ સાપુતારાના ધોધ અને વનરાજી વધુ હરિયાળી બનતા પ્રવાસીઓ માટે આ સમયગાળો સૌથી આકર્ષક માનવામાં આવે છે.
સ્થાનિક હોટલ અને રિસોર્ટ સંચાલકોએ જણાવ્યું કે વરસાદની શરૂઆત સાથે જ બુકિંગમાં વધારો થયો છે. વીકેન્ડ અને ચોમાસાની સીઝનને ધ્યાનમાં રાખીને પ્રવાસીઓ મોટી સંખ્યામાં સાપુતારાનો રુખ કરી રહ્યા છે.
(4:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
