હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મહેસાણામાં મેઘરાજાની એન્ટ્રી : વિજાપુરમાં સાંજે 4 કલાકમાં 3 ઈંચ વરસાદ ખાબક્યો :કડી અને વિસનગરમાં પણ મેઘમહેર
મહેસાણા શહેર, સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વડનગર, બેચરાજી અને જોટાણા પંથકમાં વરસાદનું પ્રમાણ નહિવત

મહેસાણા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર મહેર કરી છે. જિલ્લાના વિવિધ ભાગોમાં વરસાદી માહોલ વચ્ચે વિજાપુર પંથકમાં વરસાદનું સૌથી વધુ જોર જોવા મળ્યું હતું. લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ સાંજના સમયે શરૂ થયેલા આ ધોધમાર વરસાદના કારણે સમગ્ર પંથકમાં ઠંડક પ્રસરી ગઈ છે અને સ્થાનિક લોકોને મોટી રાહત મળી છે.
મહેસાણા જિલ્લા ફ્લડ કંટ્રોલ રૂમના સત્તાવાર આંકડા અનુસાર, આજે સાંજે 4:00 વાગ્યાથી રાત્રે 8:00 વાગ્યા સુધીના માત્ર 4 કલાકના સમયગાળા દરમિયાન વિજાપુરમાં આભ ફાટ્યું હોય તેમ સૌથી વધુ 75 મિમી આશરે 3 ઇંચ ધોધમાર વરસાદ ખાબક્યો હતો. ટૂંકા સમયમાં પડેલા આ ભારે વરસાદના કારણે વિજાપુરના નીચાણવાળા માર્ગો પર પાણી ભરાઈ ગયા હતા, જેનાથી વાહનવ્યવહારને થોડી અસરો પહોંચી હતી પરંતુ ખેતીના પાક માટે આ વરસાદ અમૃત સમાન સાબિત થશે.
વિજાપુર ઉપરાંત જિલ્લાના અન્ય વિસ્તારોની વાત કરીએ તો, કડી તાલુકામાં 17 મિમી અને વિસનગરમાં 10 મિમી વરસાદ નોંધાયો છે. આ વિસ્તારોમાં પણ ધીમીધારેથી મધ્યમ વરસાદી ઝાપટાં પડતાં વાતાવરણ ખુશનુમા બન્યું હતું. આજના આ વરસાદી માહોલ સાથે મહેસાણા જિલ્લામાં આજે સરેરાશ 10.2 મિમી વરસાદ નોંધાયો છે.
જિલ્લાના વિજાપુર, કડી અને વિસનગર પંથકમાં મેઘમહેર જોવા મળી હતી, જ્યારે બીજી તરફ જિલ્લાના બાકીના અન્ય 7 તાલુકાઓમાં હજુ પણ મોટા વરસાદની રાહ જોવાઈ રહી છે. મહેસાણા શહેર, સતલાસણા, ખેરાલુ, ઊંઝા, વડનગર, બેચરાજી અને જોટાણા પંથકમાં આજે વરસાદનું પ્રમાણ નહિવત રહ્યું હતું, જ્યાં માત્ર વાદળછાયા વાતાવરણ વચ્ચે સામાન્ય બફારો અનુભવાયો હતો









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
