<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 19th June 2026

વિરમગામ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી : લોકોને ગરમીમાં રાહત

હાંસલપુર, સોકલી, રહેમલપુર, ભોજવા તેમજ વલાણા, ડુમાણા અને નીલકી પંથકમાં ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો

અમદાવાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં લાંબા સમયના અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો છે અને વિરમગામ શહેર સહિત આસપાસના ગ્રામ્ય પંથકોમાં મેઘરાજાએ ધમાકેદાર હાજરી નોંધાવી છે. વિરમગામ તાલુકાના હાંસલપુર, સોકલી, રહેમલપુર, ભોજવા તેમજ વલાણા, ડુમાણા અને નીલકી પંથકમાં ગાજવીજ સાથે સારો વરસાદ વરસ્યો છે. આ વરસાદના પગલે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમીમાંથી લોકોને મોટી રાહત મળી છે અને આસપાસના વાતાવરણમાં એકાએક ઠંડક પ્રસરી ગઈ છે, જેને પગલે સ્થાનિકો સહિત ધરતીપુત્રોમાં પણ આનંદનો માહોલ જોવા મળી રહ્યો છે.

(10:36 PM IST)