News of Friday, 29th May 2026
રાજ્યમાં 11 જૂનથી જામશે મેઘાવી માહોલ : 18 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે
18 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાનો માહોલ જોવા મળી શકે: 25 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ મેઘાવી માહોલ સર્જાશે

અમદાવાદ :ગુજરાતમાં કાળઝાળ ગરમીમાંથી રાહત મળવાના એંધાણ છે. ધીમે ધીમે રાજ્યના મહત્તમ તાપમાનમાં 3થી 5 ડિગ્રી સુધીનો ઘટાડો થવાની હાલ અનુભવાતી આકરી ગરમીમાંથી આંશિક છૂટકારો મળશે
દરમિયાન હવામાન વિભાગના એક્સટેન્ડેડ રેન્જ ફોરકાસ્ટ અનુસાર, 11 જૂન સુધી રાજ્યમાં શુષ્ક હવામાન જોવા મળશે. જોકે છૂટાછવાયા સ્થળોએ હળવો વરસાદી માહોલ જોવા મળી શકે છે. જેમ જેમ ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે તેમ તેમ મેઘાવી માહોલ જોવા મળશે. 11 જૂનથી 18 જૂન દરમિયાન દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં હળવોથી મધ્યમ વરસાદ થઇ શકે છે. તેમજ 18 જૂનથી રાજ્યમાં સાર્વત્રિક ચોમાસાનો માહોલ જોવા મળી શકે છે. 25 જૂન સુધી રાજ્યના મોટાભાગના વિસ્તારોમાં હળવોથી મધ્યમ મેઘાવી માહોલ સર્જાઇ શકે છે.
(1:12 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
