તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Saturday, 12th September 2026
સવારે 10 વાગ્યા સુધીમાં રાજ્યના 34 તાલુકામાં મેઘમહેર : નર્મદાના સાગબારામાં સૌથી વધુ 37 મીમી વરસાદ
નર્મદા, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી અને મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા

અમદાવાદ :સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર (SEOC), ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા વરસાદી આંકડા અનુસાર, 12 સપ્ટેમ્બરના રોજ સવારે 6:00 વાગ્યાથી 10:0 વાગ્યા સુધીના 4 કલાક દરમિયાન રાજ્યના 34 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં મુખ્યત્વે દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના નર્મદા, ડાંગ, તાપી, સુરત, છોટાઉદેપુર, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નવસારી અને મહીસાગર જિલ્લાના વિવિધ તાલુકામાં વરસાદી ઝાપટાં પડ્યા છે.
રાજ્યમાં સવારે 6:0 વાગ્યાથી 10:00 વાગ્યા દરમિયાન સૌથી વધુ વરસાદ નર્મદા જિલ્લાના સાગબારા તાલુકામાં 37 મીમી નોંધાયો છે. જેમાં સવારે 6:00 કલાકથી 8:00 કલાક વચ્ચે 33 મીમી અને બાદમાં 4 મીમી વરસાદ વરસ્યો હતો. બીજા ક્રમે ડાંગ જિલ્લાના સુબીર તાલુકામાં સવારે 8:00 વાગ્યાથી 10:00 વાગ્યા સુધી માત્ર 2 કલાકમાં 30 મીમી વરસાદ નોંધાયો છે.
તાપી જિલ્લાના ઉકાઈમાં 23 મીમી અને ઉચ્છલમાં 17 મીમી વરસાદ નોંધાયો છે. આ ઉપરાંત નર્મદા જિલ્લાના ચિકડા તાલુકામાં 11 મીમી તથા તાપી જિલ્લાના સોનગઢમાં 11 મીમી વરસાદ પડ્યો હતો. તેમજ સુરત જિલ્લાના ઉમરપાડા અને ડાંગ તાલુકામાં 7-7 મીમી વરસાદ નોંધાયો છે. નર્મદાના તિલકવાડા, તાપીના નિઝર અને છોટાઉદેપુરના જેતપુર પાવી તાલુકામાં 6-6 મીમી વરસાદ વરસ્યો છે.
અન્ય તાલુકાઓની વાત કરીએ તો વડોદરાના સિનોર, નર્મદાના ડેડિયાપાડા અને ગરૂડેશ્વર તથા તાપીના કુકરમુંડા તાલુકામાં 5-5 મીમી વરસાદ નોંધાયો છે. પંચમહાલના જાંબુઘોડા, છોટાઉદેપુરના નસવાડી અને બોડેલીમાં 4-4 મીમી વરસાદ પડ્યો છે. આ સિવાય દાહોદ, વડોદરા, નર્મદા, ભરૂચ, તાપી અને છોટાઉદેપુર જિલ્લાના વિવિધ તાલુકામાં પણ વરસાદ નોંધાયો છે
(1:52 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
