તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 16th July 2026
સાબરકાંઠા જિલ્લામાં લાંબા વિરામ બાદ મેઘમહેર : હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ સહિતના વિસ્તારોમાં વરસાદી માહોલ
તલોદ તાલુકાના રણાસણ, નવલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરરસતાં રસ્તા ઉપર તથા ખેતરોમાં પાણી ભરાઈ ગયા

સાબરકાંઠા જિલ્લામાં લાંબા સમયના વિરામ બાદ બુધવારે વાદળછાયા વાતાવરણ વચ્ચે સાબરકાંઠા જિલ્લાના તલોદ પંથકમાં એક ઇંચથી વધુ વરસાદ વરસ્યો હતો જ્યારે હિંમતનગર, ખેડબ્રહ્મા, પ્રાંતિજ સહિતના પંથકમાં ઝરમર ઝરમર વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક જોવા મળી હતી. રથયાત્રાના આગમન પૂર્વે મેઘરાજાએ અમીછાટણા કર્યા હોય તેમ વરસાદ વરસતા આગામી દિવસોમાં સારા ચોમાસું ની આશા ખેડૂતોએ વ્યક્ત કરી છે.
સાબરકાંઠા જિલ્લામાં છેલ્લા કેટલાક દિવસોથી વરસાદે વિરામ લેતાં ખેડૂતોમાં ચિંતા જોવા મળી હતી. જોકે, બુધવારે સાંજના સુમારે કાળાં ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ વરસ્યો હતો. જેમાં ખાસ કરીને તલોદ તાલુકાના રણાસણ, નવલપુર સહિતના ગ્રામ્ય વિસ્તારમાં ધોધમાર વરસાદ વરરસતાં રસ્તા ઉપર તથા ખેતરોમાં પાણી ભરાઈ ગયા હતા. તલોદ પંથકમાં માત્ર ગણતરીના સમયમાં જ 28મીમી વરસાદ વરસતાં ખેડૂતોમાં અનેરી ખુશી જોવા મળી હતી.
આ ઉપરાંત હિંમતનગર શહેરમાં પણ સાંજના સુમારે વરસાદ વરસતાં રસ્તા ઉપર પાણી ફરી વળ્યા હતા અને નોકરીથી ઘરે જતા વાહન ચાલકો પલળી ગયા હતા. ભગવાન જગન્નાથની રથયાત્રાની ભક્તો દ્વારા તૈયારીઓ કરવામાં આવી રહી હતી તે દરમિયાન જ મેઘરાજાએ અમી છાંટણા કરતાં આ વર્ષે પણ ચોમાસુ ભલે મોડું થયું છે પરંતુ સારો વરસાદ વરસે તેવી આશા ખેડૂતોમાં જોવા મળી હતી.
(12:11 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
