<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 13th September 2026

વડોદરાના સાવલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર :ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો

ટુંડાવ, કરચિયા અને ગોઠડા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો: લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર

વડોદરાના સાવલી પંથકમાં લાંબા વિરામ બાદ મેઘમહેર થઈ છે. સાવલી નગર સહિત આસપાસના વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસ્યો છે. ટુંડાવ, કરચિયા અને ગોઠડા સહિતના ગામોમાં પણ વરસાદ નોંધાયો છે. ભારે પવન સાથે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લાંબા સમય બાદ વરસાદનું આગમન થતાં ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી રહી છે. ખેડૂતો માટે આ વરસાદ પાકના વિકાસમાં ફાયદાકારક સાબિત થવાની આશા છે.

(9:07 PM IST)