તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 2nd July 2026
મેઘરાજા ફુલ મોજમાં: કાલ સવાર સુધીમાં કોરા રહેલા વિસ્તારો પણ આવરી લેશેઃ અમૂક વિસ્તારમાં અતિભારે વરસાદ
સોૈરાષ્ટ્રમાં ઘણા સ્થળે ઝાપટા તો કેટલાક સ્થળોએ ૧ થી ૩ ઇંચ તો તેથી વધુ પણ પડશે

રાજકોટઃ ગુજરાતમાં મેઘરાજા ફૂલ મોજમાં આવી ગયું છે. આવતી કાલ ૩ જુલાઈની સવાર સુધીમાં અત્યાર સુધી કોરા રહેલા વધુ વિસ્તારોને પણ આવરી લ્યે તેવી ઊજળી સંભાવના બની છે.
સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ગાજવીજનું પ્રમાણ વધુ રહે. દક્ષિણ ગુજરાતમાં આવતીકાલ સવાર સુધીમાં ઘણા સ્થળે મધ્યમ થી ભારે અને સીમિત વિસ્તારોમાં અતિભારે વરસાદની સંભાવના. મધ્ય ગુજરાતમાં આજે મેઘરાજા પુનઃ પધરામણી કરશે. સૌરાષ્ટ્રમાં ગઇકાલે કરતા વિસ્તારોમાં વધારો થાય, ઘણા સ્થળે ઝાપટા થી લઈને હળવો વરસાદ, કેટલાક સ્થળોએ ૧ થી ૩ ઇંચ સુધી અને સીમિત વિસ્તારમાં તેથી વધુ વરસાદની સંભાવના. (વેધર બાયઃ ગોૈરવ રાણીંગા) નોંધઃ વરસાદની માહિતી માટે હવામાન વિભાગ તરફથી આપવામાં આવતી અપડેટ ધ્યાને લેવી.
(3:29 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
