<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 15th September 2026

રાજ્યના ૩૪ જિલ્લાના ૨૫૯ તાલુકામાં મેઘરાજાની સટાસટી: કચ્છ-સૌરાષ્ટ્ર બન્યાં વરસાદનું કેન્દ્ર

અંજારમાં સવા સાત ઇંચ, વલ્લભીપુરમાં છ ઇંચથી વધુ વરસાદ: આજે પણ અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી: રાજ્યભરમાં મેઘરાજાએ જોરદાર જમાવટ કરતાં છેલ્લા ચોવીસ કલાક દરમિયાન ૩૪ જિલ્લાના ૨૫૯ તાલુકામાં વરસાદ નોંધાયો છે. કચ્છ અને સૌરાષ્ટ્ર વરસાદના મુખ્ય નિશાના ઉપર રહ્યાં છે. 

 

અંજારમાં સૌથી વધુ ૭.૨૪ ઇંચ, વલ્લભીપુરમાં ૬.૧૦ ઇંચ, જામનગરમાં ૫.૫૯ ઇંચ, બોરસદમાં ૫.૫૧ ઇંચ, ઉનામાં ૫.૪૩ ઇંચ અને કોટડાસાંગાણીમાં ૫.૨૦ ઇંચ વરસાદ ખાબક્યો છે. આ ઉપરાંત ગાંધીધામમાં ૪.૬૧ ઇંચ, ભચાઉમાં ૪.૪૧ ઇંચ, કડી અને કરજણમાં ૪.૨૯ ઇંચ તેમજ સુરત શહેર અને બોટાદમાં ૪.૧૭ ઇંચ વરસાદ નોંધાયો છે. 

 

આજે પણ સૌરાષ્ટ્ર સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

(1:46 PM IST)