<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 2nd August 2026

ભારે વરસાદની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજાનું જોર ઘટ્યું: સવારના ૬થી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં રાજ્યના ૧૧૨ તાલુકામાં ઝરમરથી ૧.૨૨ ઇંચ (૧થી ૩૩ મીમી) સુધીનો હળવો વરસાદ નોંધાયો: આ ગાળા દરમિયાન મોડાસામાં ૧.૨૨ અને મુન્દ્રામાં ૧.૦૬ ઇંચ વરસાદ પડ્યો

જીતેન્દ્ર રૂપારેલિયા: વાપી ​ભારે વરસાદની આગાહી વચ્ચે મેઘરાજા રાજ્યમાં હળવા થયા હોવાનું જણાય છે. આજે સવારે ૬ વાગ્યાથી બપોરના ૧૨ વાગ્યા સુધીમાં કુલ ૧૧૨ તાલુકાઓમાં ૧ મીમીથી ૩૧ મીમી સુધીનો હળવો વરસાદ નોંધાયો છે.

 

​ફ્લડ કન્ટ્રોલ પાસેથી મળતી માહિતી અનુસાર આજે સવારે ૬ થી બપોરના ૧૨ કલાક દરમિયાન ૬ કલાકમાં તાલુકા વાઇઝ નોંધાયેલ મુખ્યત્વે વરસાદ (જિલ્લાવાર) નીચે મુજબ છે:

 

અરવલ્લી: મોડાસા – ૩૧ મીમી (૧.૨૨ ઇંચ), ભિલોડા – ૪ મીમી (૦.૧૬ ઇંચ), મેઘરજ – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

કચ્છ: મુન્દ્રા – ૨૭ મીમી (૧.૦૬ ઇંચ), અંજાર – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

રાજકોટ: રાજકોટ – ૧૫ મીમી (૦.૫૯ ઇંચ), પડધરી – ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), જેતપુર – ૭ મીમી (૦.૨૮ ઇંચ), ઉપલેટા – ૫ મીમી (૦.૨૦ ઇંચ).

 

જૂનાગઢ: જૂનાગઢ – ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), જૂનાગઢ શહેર – ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), ભેસાણ – ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), માણાવદર – ૯ મીમી (૦.૩૫ ઇંચ), મેંદરડા – ૯ મીમી (૦.૩૫ ઇંચ), વંથલી – ૭ મીમી (૦.૨૮ ઇંચ).

 

સુરત: બારડોલી – ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), ઉમરપાડા – ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), માંડવી – ૬ મીમી (૦.૨૪ ઇંચ).

 

વલસાડ: કપરાડા – ૧૪ મીમી (૦.૫૫ ઇંચ), ધરમપુર – ૫ મીમી (૦.૨૦ ઇંચ).

 

જામનગર: લાલપુર – ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), જામજોધપુર – ૬ મીમી (૦.૨૪ ઇંચ).

 

અમરેલી: બગસરા – ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), કુંકાવાવ-વડિયા – ૬ મીમી (૦.૨૪ ઇંચ), ધારી – ૫ મીમી (૦.૨૦ ઇંચ), સાવરકુંડલા – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

બનાસકાંઠા: ઓગડ – ૧૨ મીમી (૦.૪૭ ઇંચ), કાંકરેજ – ૫ મીમી (૦.૨૦ ઇંચ).

 

વાવ-થરાદ: ભાભર – ૧૩ મીમી (૦.૫૧ ઇંચ), વાવ – ૭ મીમી (૦.૨૮ ઇંચ).

 

છોટાઉદેપુર: જેતપુર પાવી – ૧૧ મીમી (૦.૪૩ ઇંચ), બોડેલી – ૮ મીમી (૦.૩૧ ઇંચ), કડવાલ – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

સાબરકાંઠા: પ્રાંતિજ – ૧૦ મીમી (૦.૩૯ ઇંચ), તલોદ – ૮ મીમી (૦.૩૧ ઇંચ).

 

પોરબંદર: પોરબંદર – ૮ મીમી (૦.૩૧ ઇંચ), રાણાવાવ – ૭ મીમી (૦.૨૮ ઇંચ).

 

ખેડા: ફાગવેલ – ૭ મીમી (૦.૨૮ ઇંચ).

​દાહોદ: દેવગઢ બારિયા – ૭ મીમી (૦.૨૮ ઇંચ).

 

નર્મદા: સાગબારા – ૭ મીમી (૦.૨૮ ઇંચ), ચીખલી – ૫ મીમી (૦.૨૦ ઇંચ).

 

તાપી: વાલોડ – ૭ મીમી (૦.૨૮ ઇંચ), કુકરમુંડા – ૭ મીમી (૦.૨૮ ઇંચ), નિઝર – ૬ મીમી (૦.૨૪ ઇંચ), ઉચ્છલ – ૫ મીમી (૦.૨૦ ઇંચ), સોનગઢ – ૫ મીમી (૦.૨૦ ઇંચ), ઉકાઈ – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

પાટણ: સરસ્વતી – ૬ મીમી (૦.૨૪ ઇંચ), રાધનપુર – ૫ મીમી (૦.૨૦ ઇંચ).

 

મહેસાણા: વડનગર – ૫ મીમી (૦.૨૦ ઇંચ), કડી – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

વડોદરા: વાઘોડિયા – ૫ મીમી (૦.૨૦ ઇંચ), દેસર – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

​ડાંગ: સુબીર – ૪ મીમી (૦.૧૬ ઇંચ).

 

(1:49 PM IST)