<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 13th August 2026

ઉત્તર ગુજરાતમાં મેઘરાજાની ધમાકેદાર બેટિંગ : સવાર સુધીમાં ખેડબ્રહ્મામાં સવા ત્રણ ઇંચ વરસાદ: આગામી ૪૮ કલાક ભારે વરસાદની આગાહી: પંચમહાલ, દાહોદ અને મહિસાગરમાં ઓરેન્જ એલર્ટ

(જીતેન્દ્ર રૂપારેલીયા) વાપી : આજે સવારે ૬ વાગ્યા સુધીમાં સાબરકાંઠાના ખેડબ્રહ્મામાં સૌથી વધુ ૮૩ મિ.મી. એટલે કે ૩.૨૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. બનાસકાંઠાના વડગામમાં ૭૯ મિ.મી., સાબરકાંઠાના વડાલીમાં ૭૩ મિ.મી., મહેસાણાના સતલાસણામાં ૬૪ મિ.મી., જ્યારે બનાસકાંઠાના દાંતા અને દાંતીવાડામાં ૫૩-૫૩ મિ.મી. વરસાદ ખાબક્યો હતો. આણંદમાં ૫૨ મિ.મી., વિજયનગરમાં ૫૧ મિ.મી., પોશીનામાં ૪૮ મિ.મી. અને ખેરાલુમાં ૪૪ મિ.મી. વરસાદ નોંધાયો છે. 

 

આગામી ૪૮ કલાકમાં પંચમહાલ, દાહોદ અને મહિસાગર માટે ઓરેન્જ એલર્ટ, જ્યારે સાબરકાંઠા, અરવલ્લી, ખેડા, છોટાઉદેપુર, નર્મદા, ડાંગ અને તાપી માટે યલો એલર્ટ.

(1:39 PM IST)