તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 17th June 2026
ખેડા જિલ્લામાં કાળજાળ ગરમી બાદ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી: કઠલાલ અને મહુધાના ગ્રામ્ય પંથકમાં વરસાદ પડ્યો
છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી

નડિયાદ :હવામાન વિભાગની આગાહી વચ્ચે ખેડા જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી છે. છેલ્લા ઘણા દિવસોથી અસહ્ય ગરમી અને બફારાથી તોબા પોકારી ઉઠેલા સ્થાનિક લોકોને આ વરસાદથી મોટી રાહત મળી છે.
ખેડાના ગ્રામ્ય વિસ્તારોમાં આકાશ કાળાડિબાંગ વાદળોથી ઘેરાઈ ગયું હતું અને પવનના સુસવાટા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. વરસાદના પગલે સમગ્ર પંથકમાં કાળઝાળ ગરમી ગાયબ થઈ ગઈ છે અને વાતાવરણમાં અદ્ભુત ઠંડક પ્રસરી ગઈ છે, જેને પગલે લોકોમાં અનેરો આનંદ જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ખેડા જિલ્લાના કઠલાલ અને મહુધા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો હતો.
ખેતરોમાં વરસાદી પાણી વહેતા થતાં ધરતીપુત્રોના ચહેરા ખીલી ઉઠ્યા છે અને ખેડૂતોમાં ભારે આનંદની લાગણી વ્યાપી ગઈ છે. કૃષિ પ્રધાન એવા આ વિસ્તારમાં ચોમાસાના પ્રથમ વરસાદની સાથે જ ખેડૂતો હવે વાવણીના કામોની તૈયારીમાં લાગી ગયા છે. આ મેઘમહેર માત્ર ગરમીથી રાહત નથી લાવી, પરંતુ આવનારા દિવસોમાં સારા પાકની આશા પણ જગાડી છે. સ્થાનિકો પણ આ ચોમાસાની શરૂઆતને શુકનવંતી માનીને ઉત્સાહભેર આવકારી રહ્યા છે.
(8:35 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
