<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 22nd June 2026

સુરતમાં સવારથી જ મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી:ઉધના, પાંડેસરા,લીંબયાત, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો

કાલા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ શરૂ : ગ્રામ્ય પંથકમાં પણ વરસાદ વરસ્યો : વાતાવરણમાં ઠંડક પ્રસરી

સુરતમાં મેઘરાજાની ધમાકેદાર એન્ટ્રી થઈ હતી અને ઉધના, પાંડેસરા,લીંબયાત, સહિતના વિસ્તારોમાં વરસાદ વરસ્યો હતો, હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

કાળા ડિબાંગ વાદળો વચ્ચે વરસાદ ખાબકયો હતો, સુરતના રૂલર વિસ્તારમાં પણ વરસાદ વરસી રહ્યો હોવાની વાત સામે આવી છે, ચોમાસું આ વખતે ગુજરાતમાં મોડું છે અને તેના કારણે વરસાદ વરસવામાં વિલંબ પડી રહ્યો છે.

સામાન્ય રીતે જૂનની શરૂઆતમાં આવતું ચોમાસું આ વર્ષે 'અલ-નીનો' પેટર્ન અને સાયક્લોનિક અસરોના કારણે લંબાયું છે. હવામાન વિભાગના જણાવ્યાં મુજબ, 23 જૂન આસપાસ દક્ષિણ-પશ્ચિમ ચોમાસું મહારાષ્ટ્ર, તેલંગાણા અને ઓડિશાના વધુ ભાગોમાં આગળ વધવા માટે સાનુકૂળ સ્થિતિ છે, જે બાદ ગુજરાતમાં વરસાદનું જોર વધી શકે છે.

(1:27 PM IST)