તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Wednesday, 29th July 2026
ગુજરાતમાં મેઘરાજાનો નવો જોરદાર રાઉન્ડ : આજથી ૪ ઓગસ્ટ સુધી સાર્વત્રિક વરસાદની આગાહી : ડીપ ડિપ્રેશન સક્રિય
સૌરાષ્ટ્ર અને કચ્છ,દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે ૨ થી ૪ ઈંચ વરસાદ પડી શકે છે : કેટલાક સ્થળોએ અતિભારે ૨૦૦ મિ.મી.એટલે કે ૮ ઈંચ સુધી વરસાદની સંભાવના : ટંકારા તાલુકાના નાના ખીજડીયા ગામના હવામાન વિશ્લેષક રમેશભાઈ બસિયાની આગાહી

(જયેશ ભટ્ટાસણા દ્વારા)ટંકારા તા.૨૯ : ગુજરાતમાં ચોમાસુ વધુ એક વાર જોર પકડી રહ્યું છે. હવામાન વિશ્લેષક રમેશ બસિયા (નાના ખીજડીયા, ટંકારા)ના અનુસાર, આજથી ૪ ઓગસ્ટ સુધી રાજ્યના વિવિધ ભાગોમાં મધ્યમથી અતિભારે વરસાદની આગાહી છે. ૨ થી ૪ ઈંચ સુધીના આકાશી છાટણા પડી શકે તેમ છે.
હાલમાં છત્તીસગઢ અને ઓડિશાના વિસ્તારો પર સક્રિય ડીપ ડિપ્રેશન સિસ્ટમ પશ્ચિમ તરફ આગળ વધી રહી છે. આ સિસ્ટમ ૩૧ જુલાઈ સુધીમાં પશ્ચિમ મધ્યપ્રદેશ અને ગુજરાતની સરહદ સુધી પહોંચવાની સંભાવના છે. તે સાથે ચોમાસુ ધરી સામાન્ય સ્થિતિ તરફ આવી રહી છે અને ૭૦૦ hPa ટ્રફ સૌરાષ્ટ્ર થઈને અરબી સમુદ્ર સુધી લંબાશે,
જે ભારે વરસાદ માટે અનુકૂળ વાતાવરણ ઊભું કરશે.વરસાદની તીવ્રતા અને અસરગ્રસ્ત વિસ્તારો ૩૦ જુલાઈથી ઉત્તર, મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં વરસાદનું જોર વધશે.૩૧ જુલાઈથી સૌરાષ્ટ્રમાં વ્યાપક વરસાદી પ્રવૃત્તિ જોવા મળશે.દક્ષિણ, મધ્ય-પૂર્વ અને ઉત્તર ગુજરાત.અસરગ્રસ્ત જિલ્લાઓમા ડાંગ, વલસાડ, વ્યારા, સુરત, નવસારી, દાહોદ, છોટાઉદેપુર, નર્મદા, ભરૂચ.
મધ્યમથી ભારે તથા કેટલાક સ્થળોએ અતિભારે (૨૦૦ મિ.મી. સુધી) વરસાદની સંભાવના,સૌરાષ્ટ્ર અને કચ્છ,દક્ષિણ અને ઉત્તર સૌરાષ્ટ્રના વિસ્તારોમાં ગાજવીજ સાથે ૨ થી ૪ ઈંચ વરસાદ પડી શકે છે. અસરગ્રસ્ત જિલ્લાઓમા ભાવનગર, મહુવા, અમરેલી, રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર, મોરબી.
બાકીના સૌરાષ્ટ્ર અને કચ્છમાં હળવાથી મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની શક્યતા છે.
(9:30 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
