તા. ૫ સપ્ટેમ્બર ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૧ ભાદરવો સુદ – ૧૩ શુક્રવાર
News of Friday, 19th June 2026
સુરતમાં વહેલી સવારથી જ મેઘરાજાની પધરામણી : અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ : ઠંડક પ્રસરી
સતત વરસાદી માહોલને પગલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી જેવી સ્થિતિ: વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી

સુરત શહેરમાં વહેલી સવારથી જ વાતાવરણમાં અચાનક પલટો જોવા મળ્યો હતો અને શહેરના અનેક વિસ્તારોમાં ધોધમાર વરસાદ વરસ્યો હતો. વરસાદના કારણે રસ્તાઓ પર પાણી ભરાવાના દ્રશ્યો પણ જોવા મળ્યા હતા. અગાઉ રાત્રિના સમયે પણ શહેરમાં વરસાદ નોંધાયો હતો, જેના કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ હતી. સતત વરસાદી માહોલને પગલે દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની સત્તાવાર એન્ટ્રી જેવી સ્થિતિ સર્જાઈ છે. વરસાદથી લોકોને ગરમી અને ઉકળાટમાંથી રાહત મળી છે, જ્યારે ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે.
(1:47 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
