News of Sunday, 5th July 2026
વિરમગામમાં મેઘરાજાની તોફાનિ બેટિંગઃ શાક માર્કેટમાં પાણી ભરાયા
ભારે વરસાદના પગલે શહેરની જાણીતી સરદાર પટેલ શાક માર્કેટમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા

અમદાવાદઃ મેઘરાજાએ ગુજરાતભરમાં તોફાની બેટિંગ કરી છે. ત્યારે અમદાવાદ જિલ્લા વિરમગામમાં પણ મેઘરાજાનું રૌદ્ર સ્વરૂ જોવા મળ્યું છે. ભારે વરસાદના પગલે શહેરની જાણીતી સરદાર પટેલ શાક માર્કેટમાં પાણી ભરાઈ જવાથી વેપારીઓ અને ગ્રાહકો મુશ્કેલીમાં મુકાયા છે. માર્કેટમાં ઠેર-ઠેર ભરાયેલા ગંદા પાણીના કારણે રોગચાળો ફેલાવવાનો ભય સેવાય રહ્યો છે.
ઉલ્લેખનીય છે કે શાક માર્કેટમાં ઢીંચણ સુધી ભરાયેલા વરસાદી પાણી માંથી વેપારીઓને પસાર થવું પડી રહ્યું છે. લાંબા સમય સુધી ભરાઈ રહેલા આ પાણીના કારણે ત્યાં કામ કરતા મજૂરોનું સ્વાસ્થ્ય પણ જોખમમાં મુકાયું છે. સ્થાનિક વેપારીઓએ તંત્રની લાપરવાહી સામે રોષ વ્યક્ત કર્યો છે અને વહેલી તકે પાણીના નિકાલની વ્યવસ્થા કરવા ઉગ્ર માગ કરી છે.
રાજ્યમાં 24 કલાકમાં 196 તાલુકામાં વરસાદ નોંધાયો છે. અમરેલીના ખાંભામાં 8 ઇંચ, રાજુલામાં 7 ઇંચ, ઉનામાં પોણા 7 ઇંચ, ભાવનગરમાં મહુવામાં 6 ઇંચ, નવસારીના ચીખલીમાં પોણા 6 ઇંચ, જલાલપોર અને નવસારીમાં 5 ઇંચ, 4 તાલુકામાં 4 અને 3 તાલુકામાં 3 ઇંચ વરસાદ નોંધાયો છે. 11 તાલુકામાં 2 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો છે અને અન્ય તાલુકામાં અડધાથી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે.
(2:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
