તા. ૧ નવેમ્બરે ર૦ર૫ વિક્રમ સંવત ર૦૮૨ કારતક સુદ – ૧૦ શનિવાર
News of Thursday, 2nd July 2026
ગુજરાતમાં મેઘરાજાની તોફાની ઇનિંગ : રાજ્યના કુલ ૨૧ જિલ્લાના ૮૩ તાલુકાઓમાં સાંજે ૬ વાગ્યાથી રાત્રે ૧૦ વાગ્યા સુધીના ૪ કલાકમાં નોંધપાત્ર વરસાદ
વિસાવદર ૨.૨૪ ઇંચ, વિજાપુર ૨.૦૧ ઇંચ, કોઠંબા ૧.૯૭ ઇંચ, માળિયા હાટીના ૧.૬૬ ઇંચ, ઝાલોદ ૧.૫૪ ઇંચ, માંગરોળ ૧.૪૧ ઇંચ, કેશોદ ૧.૩૦ ઇંચ, પાટણ-વેરાવળ ૧.૨૬ ઇંચ, કપડવંજ ૧.૨૨ ઇંચ અને કડીમાં ૧.૦૨ ઇંચ વરસાદ સાથે અનેક શહેરોમાં જળબંબોળની સ્થિતિ

ગાંધીનગર : સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર ડેટા અનુસાર, ગુજરાતમાં ચોમાસાની સિઝન જમાવટ કરી રહી છે. રાજ્યમાં સાંજે ૬:૦૦ વાગ્યાથી લઈને રાત્રે ૧૦:૦૦ વાગ્યા સુધીના મહત્વના ચાર કલાકના સમયગાળા દરમિયાન મેઘરાજાએ ધમાકેદાર આક્રમણ કર્યું છે. આ ચાર કલાકમાં ૨૧ જિલ્લાના કુલ ૮૩ તાલુકાઓમાં સાર્વત્રિક મેઘમહેર જોવા મળી છે, જેમાં સૌરાષ્ટ્ર, ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક પંથકોમાં ભારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદ તૂટી પડ્યો હતો.
વરસાદના સત્તાવાર ડેટા અનુસાર પ્રથમ બે કલાક એટલે કે સાંજે ૬ થી રાત્રે ૮ વાગ્યા સુધીમાં ૬૯ તાલુકાઓ અને રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધીના બીજા બે કલાકમાં ૪૧ તાલુકાઓ વરસાદથી પ્રભાવિત થયા હોવાનું સામે આવ્યું છે.
પ્રથમ બે કલાક (સાંજે ૬:૦૦ થી રાત્રે ૮:૦૦) દરમિયાન નોંધાયેલો વરસાદ:
આ સમયગાળામાં જૂનાગઢ જિલ્લાના વિસાવદરમાં સૌથી વધુ ૨.૨૪ ઇંચ અને મહેસાણાના વિજાપુરમાં ૨.૦૧ ઇંચ વરસાદ ખાબક્યો હતો. આ ઉપરાંત મહીસાગરના કોઠંબામાં ૧.૬૯ ઇંચ, જૂનાગઢના માળિયા હાટીનામાં ૧.૫૪ ઇંચ, દાહોદના ઝાલોદમાં ૧.૩૮ ઇંચ, ખેડાના કપડવંજમાં ૧.2૨ ઇંચ, જૂનાગઢના કેશોદમાં ૧.૧૮ ઇંચ તેમજ માંગરોળમાં ૧.૧૦ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના પાટણ-વેરાવળમાં ૦.૯૧ ઇંચ અને જામનગરના જામજોધપુરમાં ૦.૮૩ ઇંચ વરસાદ વરસ્યો હતો.
અન્ય તાલુકાઓની વિગતવાર સ્થિતિ જોઈએ તો, દાહોદના સુખસર, પંચમહાલના ગોધરા અને મહીસાગરના સંતરામપુરમાં ૦.૭૯ ઇંચ વરસાદ પડ્યો હતો. અમરેલીના બગસરામાં ૦.૭૫ ઇંચ તેમજ દાહોદના ફતેપુરા અને મહીસાગરના લુણાવાડામાં ૦.૭૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહેસાણાના કડીમાં ૦.૬૭ ઇંચ અને દાહોદના ગોવિંદ ગુરુ લીમડીમાં ૦.૫૯ ઇંચ વરસાદ થયો હતો. જૂનાગઢના માણાવદર અને પોરબંદરના કુતિયાણામાં ૦.૫૧ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના સુત્રાપાડા અને જામનગરના લાલપુરમાં ૦.૪૭ ઇંચ વરસાદ વરસ્યો હતો. ગીર સોમનાથના કોડિનાર, તલાલા, ગીર ગઢડા તેમજ મહેસાણાના વિસનગર અને મહીસાગરના ગોધરમાં ૦.૩૯ ઇંચથી ૦.૩૫ ઇંચની આસપાસ વરસાદ રહ્યો હતો. અમરેલીના ધારીમાં ૦.૩૧ ઇંચ વરસાદ નોંધાયો હતો.
સાંજે ૬ થી ૮ ના ગાળામાં સાબરકાંઠાના પ્રાંતિજ અને સુરતના માંડવીમાં ૦.2૮ ઇંચ, મહીસાગરના બાલાસિનોરમાં ૦.૨૪ ઇંચ વરસાદ પડ્યો હતો. આ સિવાય જૂનાગઢના મેંદરડા અને વંથલી, અરવલ્લીના સાઠંબા, બાયડ અને ધનસુરા, પોરબંદરના રાણાવાવ અને પોરબંદર, અમરેલીના જાફરાબાદ, નવસારીના વાંસદા, ગાંધીનગરના કલોલ, માણસા અને ગાંધીનગર, પંચમહાલના શહેરા, રાજકોટના ધોરાજી, ઉપલેટા, કોટડા સાંગાણી અને જેતપુર, મહીસાગરના કડાણા, વીરપુર અને ખાનપુર, ડાંગના વઘઈ, ધ ડાંગ્સ અને સુબીર, દાહોદના લીમખેડા, વલસાડના વાપી અને નાનાપોંઢા, સુરતના અંબિકા, આરેથ અને સુરત સિટી, તાપીના ડોલવણ, સોનગઢ અને ઉકાઈ તેમજ સાબરકાંઠાના તલોદ અને મોડાસા સહિતના તાલુકાઓમાં ૦.૨૦ ઇંચથી લઈને ૦.૦૪ ઇંચ સુધીના હળવા ઝાપટાં પડ્યા હતા.
બીજા બે કલાક (રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦) દરમિયાન વરસાદનું જોર:
રાત્રે ૮ થી ૧૦ વાગ્યા દરમિયાન પણ મેઘરાજાની ગતિ ચાલુ રહી હતી, જેમાં સુરતના ઉમરપાડા અને તાપીના ઉકાઈમાં સૌથી વધુ ૦.૪૭ ઇંચ વરસાદ નોંધાયો હતો. ગીર સોમનાથના પાટણ-વેરાવળ અને મહેસાણાના કડીમાં ૦.૩૫ ઇંચ વરસાદ પડ્યો હતો. જૂનાગઢના માંગરોળ અને ગીર સોમનાથના સુત્રાપાડામાં ૦.૩૧ ઇંચ વરસાદ થયો હતો. મહીસાગરના કોઠંબામાં ૦.૨૮ ઇંચ અને લુણાવાડા તથા દાહોદના દેવગઢબારિયામાં ૦.૨૪ ઇંચ વરસાદ નોંધાયો હતો. મહીસાગરના વીરપુર, સાંતરામપુર અને ખાનપુર, દાહોદના સુખસર, સંજેલી, સિંગવડ, ઝાલોદ અને દોહાદ, તાપીના વ્યારા, સુરતના માંગરોળ, સાબરકાંઠાના પ્રાંતિજ અને પંચમહાલના ગોધરામાં ૦.૨૦ ઇંચથી ૦.૧૬ ઇંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
રાત્રિના આ અંતિમ બે કલાકમાં જૂનાગઢના કેશોદ અને માળિયા હાટીના, દાહોદના ગોવિંદ ગુરુ લીમડી અને પંચમહાલના શહેરામાં ૦.૧૨ ઇંચ વરસાદ પડ્યો હતો. અરવલ્લીના બાયડ, સાઠંબા અને માલપુર, મહીસાગરના કડાણા અને ગોધર, સુરતના માંડવી, ગાંધીનગરના કલોલ અને માણસા તેમજ પંચમહાલના ઘોઘંબામાં ૦.૦૮ ઇંચ વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત તાપીના વાલોડ, સોનગઢ અને ઉચ્છલ, સુરેન્દ્રનગરના ચોટીલા, ડાંગના સુબીર, પંચમહાલના કલોલ અને છોટાઉદેપુરના કડવાલમાં ૦.૦૪ ઇંચ જેટલો નજીવો વરસાદ નોંધાયો હતો.
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
