તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 7th July 2026
દક્ષિણ ગુજરાતમાં મેઘરાજાની તોફાની બેટિંગથી જળબંબોળની સ્થિતિ : નવસારી અને પલસાણામાં માત્ર બે કલાકમાં પોણા ચાર ઈંચ સુધી ખાબકેલા ભારે વરસાદથી રસ્તાઓ પાણી-પાણી
સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના સત્તાવાર આંકડા મુજબ સાંજે ૬ થી રાત્રે ૧૦ વાગ્યા સુધીમાં કપરાડા, જલાલપોર, ગણદેવી અને ડાંગ સહિતના ૪૯ તાલુકાઓમાં ગાજવીજ સાથે સાર્વત્રિક વરસાદની ધમાકેદાર ઇનિંગ

ગાંધીનગર : ગુજરાતમાં ચોમાસાની સિઝન જામી છે ત્યારે દક્ષિણ ગુજરાતના વિવિધ જિલ્લાઓમાં મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટર, ગાંધીનગર દ્વારા જાહેર કરવામાં આવેલા સત્તાવાર આંકડાઓ મુજબ, આજે સાંજે ૬:૦૦ વાગ્યાથી લઈને રાત્રતના ૧૦:૦૦ વાગ્યા સુધીના ચાર કલાક દરમિયાન નવસારી, સુરત, વલસાડ અને ડાંગ જિલ્લામાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરીને જળબંબોળની સ્થિતિ સર્જી દીધી છે.
સાંજે ૬ થી ૮ વાગ્યા સુધી - નવસારી અને પલસાણામાં આભ ફાટ્યું:
આજે સાંજના ૬:૦૦ થી ૮:૦૦ વાગ્યા સુધીના બે કલાકના ગાળામાં દક્ષિણ ગુજરાતના વિસ્તારોમાં અનરાધાર વરસાદ વરસ્યો હતો. જેમાં સૌથી વધુ નવસારી તાલુકામાં ૯૮ મીમી (૩.૮૬ ઈંચ) અને સુરતના પલસાણામાં ૮૯ મીમી (૩.૫૦ ઈંચ) વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા. આ ઉપરાંત વલસાડના કપરાડામાં ૭૪ મીમી (૨.૯૧ ઈંચ) અને નવસારીના જલાલપોરમાં ૫૯ મીમી (૨.૩૨ ઈંચ) ભારે વરસાદ નોંધાયો હતો.
અન્ય તાલુકાઓની વિગત જોઈએ તો, સુરતના ચોરાસીમાં ૩૩ મીમી, ડાંગના વઘઈમાં ૨૬ મીમી, નવસારીના ગણદેવી તેમજ ખેરગામમાં ૨૫-૨૫ મીમી વરસાદ પડ્યો હતો. નવસારીના ચીખલી અને તાપીના સોનગઢમાં ૨૩-૨૩ મીમી, વલસાડના ધરમપુરમાં ૧૮ મીમી તેમજ દાહોદના ગરબાડામાં ૧૭ મીમી વરસાદ નોંધાયો હતો. સુરત સિટી અને વલસાડના નાનાપોંઢામાં ૧૬-૧૬ મીમી તેમજ નવસારીના વાંસદામાં ૧૫ મીમી પાણી પડ્યું હતું. આ જ ગાળામાં સુરતના બારડોલી અને તાપીના વ્યારામાં ૧૪-૧૪ મીમી, તાપીના ડોલવણમાં ૧૨ મીમી, સુરતના મહુવામાં ૧૧ મીમી અને માંડવીમાં ૧૦ મીમી વરસાદ થયો હતો.
જ્યારે સુરતના અંબિકામાં ૯ મીમી, વલસાડ તાલુકામાં ૬ મીમી, ડાંગના સુબીર, તાપીના વાલોડ અને સુરતના આરેથમાં ૫-૫ મીમી વરસાદ પડ્યો હતો. દાહોદ તાલુકા, તાપીના ઉચ્છલ અને ભાવનગરના તળાજામાં ૪-૪ મીમી તેમજ ધ ડાંગ્સ, ભાવનગરના મહુવા અને અમદાવાદના માંડલમાં ૩-૩ મીમી વરસાદ નોંધાયો હતો. આ ઉપરાંત વલસાડના પારડી, ઉમરગામ, વાપી, ભાવનગરના ગારીઆધાર, પાલીતાણા, જેસર, અમરેલીના રાજુલા, સાવરકુંડલા, પંચમહાલના જાંબુઘોડા, દાહોદના લીમખેડા, ધાનપુર અને છોટાઉદેપુરમાં ૨-૨ મીમી તેમજ સુરેન્દ્રનગરના વઢવાણમાં પણ ૨ મીમી વરસાદ પડ્યો હતો. તાપીના ઉકાઈ, અમરેલીના જાફરાબાદ, અરવલ્લીના સાઠંબા, દાહોદના ગોવિંદ ગુરુ લીમડી અને દેવગઢબારીયામાં ૧-૧ મીમી હળવા ઝાપટાં પડ્યા હતા.
રાત્રે ૮ થી ૧૦ વાગ્યા સુધી - કપરાડા અને ગણદેવીમાં મેઘાનો કહેર ચાલુ રહ્યો:
રાત્રે ૮:૦૦ થી ૧૦:૦૦ વાગ્યાના સમયગાળા દરમિયાન પણ વરસાદનું જોર ચાલુ રહ્યું હતું. આ બે કલાકમાં વલસાડના કપરાડામાં વધુ ૫૧ મીમી (૨.૦૧ ઈંચ) વરસાદ ખાબક્યો હતો. જ્યારે નવસારીના ગણદેવીમાં ૩૬ મીમી (૧.૪૨ ઈંચ), સુરતના અંબિકામાં ૩ મીમી (૧.૩૮ ઈંચ) અને ધ ડાંગ્સમાં ૩૪ મીમી (૧.૩૪ ઈંચ) વરસાદ નોંધાયો હતો. નવસારીના ચીખલીમાં ૨૭ મીમી, સુરતના ચોરાસીમાં ૨૨ મીમી, વલસાડના ધરમપુરમાં ૨૧ મીમી અને નવસારીના ખેરગામમાં ૨૦ મીમી વરસાદ પડ્યો હતો.
આ જ બે કલાકમાં નવસારી અને જલાલપોરમાં ૧૫-૧૫ મીમી, વલસાડના નાનાપોંઢા અને નવસારીના વાંસદામાં ૧૪-૧૪ મીમી તેમજ ડાંગના વઘઈમાં ૧૩ મીમી વરસાદ થયો હતો. તાપીના વ્યારામાં ૧૧ મીમી, ડોલવણમાં ૯ મીમી, ડાંગના સુબીરમાં ૮ મીમી અને વલસાડ તાલુકામાં ૭ મીમી પાણી પડ્યું હતું. દાહોદ અને ગરબાડામાં ૬-૬ મીમી તેમજ સુરતના કામરેજ, તાપીના વાલોડ, વલસાડના પારડી, તાપીના સોનગઢ, છોટાઉદેપુર, દાહોદના ધાનપુર અને સિંગવડમાં ૫-૫ મીમી વરસાદ નોંધાયો હતો.
વરસાદની આગળની વિગતો મુજબ, સુરતના ઓલપાડ, દાહોદના લીમખેડા અને દેવગઢબારીયામાં ૪-૪ મીમી, સુરતના પલસાણા, સુરત સિટી, બારડોલી અને પંચમહાલના ગોધરામાં ૩-૩ મીમી વરસાદ નોંધાયો હતો. સુરતના મહુવા, માંડવી, આરેથ, વલસાડના વાપી, દાહોદના ગોવિંદ ગુરુ લીમડી, જેસોદ તેમજ પંચમહાલના મોરવા (હડફ) અને ઘોઘંબામાં ૨-૨ મીમી વરસાદ પડ્યો હતો. જ્યારે અમરેલીના જાફરાબાદ, રાજુલા, ભાવનગરના પાલીતાણા, તળાજા અને દાહોદના સુખસરમાં ૧-૧ મીમી વરસાદ નોંધાતા રાત્રિ દરમિયાન વાતાવરણમાં ભારે ઠંડક પ્રસરી ગઈ છે.
(10:56 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
