<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 8th May 2026

દારૂ કેસમાં બેદરકારી બદલ મહેસાણા તાલુકા પીઆઈ અને જમાદારને રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા

SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં પાડેલા દરોડામાં 40 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી

મહેસાણામાં ગત 19મી એપ્રિલે SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં દરોડા પાડીને 18 લાખનો વિદેશી દારુ ઝડપી પાડ્યો હતો. આ કેસમાં બેદરકારી બદલ, મહેસાણા તાલુકા પીઆઈ અને જમાદારને રાજ્ય પોલીસ વડાએ સસ્પેન્ડ કરી દીધા છે. છઠીયારડામાંથી 18 લાખનો દારૂ ઝડપાવા મામલે રાજ્યના પોલીસ વડાની કાર્યવાહી હાથ ધરી છે. ફરજમાં નિષ્કાળજી બદલ પીઆઇ ડી.આર. રાવ અને જમાદાર ચિરાગને સસ્પેન્ડ કરાયા છે. SMCની ટીમે છઠીયારડાના ફાર્મ હાઉસમાં પાડેલા દરોડામાં 40 લાખના મુદ્દામાલ સાથે 3 શખ્સોની ધરપકડ કરવામાં આવી હતી. તાલુકા પોલીસ મથકનો ચાર્જ અન્ય જિલ્લામાંથી આવેલા પીઆઇ અમીનને સોંપાયો છે.

(1:30 PM IST)