તા. ૨ સપ્ટેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૨ શ્રાવણ વદ – ૬ બુધવાર
News of Saturday, 2nd May 2026
અમદાવાદ જવાનું કહીને નીકળેલા મહેસાણાના યુવકનું અપહરણ : મંગેતરને વોટ્સએપ પર વિડીયો મોકલ્યો
યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોઈ અંગત કારણોસર તેના મંગેતરને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદે આ અપહરણ કરવામાં આવ્યું છે.

મહેસાણા શહેરમાંથી એક યુવકનું અપહરણ થયાની ગંભીર ઘટના પ્રકાશમાં આવી છે. યુવક ઘરેથી અમદાવાદ જવાનું કહીને નીકળ્યો હતો, પરંતુ ત્યારબાદ તેનો મોબાઈલ સ્વીચ ઓફ થઈ જતાં પરિવાર ચિંતામાં મુકાયો હતો. આ દરમિયાન યુવકની મંગેતરને વોટ્સએપ પર એક વિડીયો મળતા સમગ્ર અપહરણકાંડનો પર્દાફાશ થયો છે.
મળતી માહિતી મુજબ, મહેસાણાનો યુવક જ્યારે ઘરેથી નીકળ્યો અને પરત ન ફર્યો ત્યારે તેની શોધખોળ હાથ ધરવામાં આવી હતી. આ દરમિયાન ફરિયાદી યુવતી (મંગેતર) ને તેના વોટ્સએપ પર એક વિડીયો મળ્યો હતો, જેમાં તેના મંગેતરનું અપહરણ થયું હોવાનું સ્પષ્ટ દેખાઈ રહ્યું હતું. યુવતીએ આક્ષેપ કર્યો છે કે કોઈ અંગત કારણોસર તેના મંગેતરને ગેરકાયદેસર અટકાયતમાં રાખવાના ઈરાદે આ અપહરણ કરવામાં આવ્યું છે.
આ મામલે યુવતીએ ઉંઝાના સુપ્રિમ પટેલ અને નડિયાદના સુનિલ ચૌધરી નામના બે શખ્સો વિરુદ્ધ મહેસાણા તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે. પોલીસે ગુનો નોંધી અપહરણ કરનારા શખ્સોને ઝડપી પાડવા અને યુવકને સુરક્ષિત રીતે છોડાવવા માટે અલગ-અલગ દિશામાં તપાસ તેજ કરી છે.
(4:28 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
