<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 23rd October 2026

મહેસાણા ‘સંસ્‍કાર ભારતી' નવરાત્રીમાં મેઘાણી ગીતો ગુંજયા

અભેસિંહ રાઠોડ, રાધાબેન વ્‍યાસે રમઝટ બોલાવીઃ જીતેન્‍દ્રભાઇ મોદીના માર્ગદર્શન હેઠળ આયોજન

રાજકોટ, તા.૨૨: કલા, સાહિત્‍ય તેમજ રાષ્‍ટ્ર-ભાવનાને સમર્પિત અગ્રગણ્‍ય અખિલ ભારતીય સંસ્‍થા ‘સંસ્‍કાર ભારતી' દ્વારા મહેસાણા ખાતે આયોજિત ‘સંસ્‍કાર ભારતી નવરાત્રિ મહોત્‍સવ ૨૦૨૬'માં નવમા નોરતે મેઘાણી-ગીતો ગુંજ્‍યાં હતાં. વિશ્વવિખ્‍યાત લોકગાયક અને સંસ્‍કાર ભારતી - ગુજરાત પ્રાંતના અધ્‍યક્ષ અભેસિંહ રાઠોડ તથા કોકિલકંઠી લોકગાયિકા રાધાબેન વ્‍યાસે રાષ્‍ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી સંશોધિત-સંપાદિત ‘રઢિયાળી રાત'ના પ્રાચીન લોકગીતો-રાસ-ગરબાની રમઝટ બોલાવી હતી. જાણીતાં લોકકલાકારો નયનભાઈ પંચોળી, કલ્‍યાણીબેન કૌઠાળકર, શિલ્‍પાબેન પંડિત અને પિનાકીનભાઈ દેવલુકએ બખુબી સાથ આપ્‍યો હતો.     

નવી પેઢી આપણી ગૌરવવંતી સંસ્‍કળતિ-સાહિત્‍ય-સંગીતની મહામૂલી વિરાસતથી પરિચિત-પ્રેરિત થાય તેમજ નવરાત્રિનું અસલ સાત્‍વિક સ્‍વરૂપને જાણી-માણી શકે તે આશયથી સંસ્‍કાર ભારતી - ગુજરાત પ્રાંતના ઉપાધ્‍યક્ષ, મહેસાણા જિલ્લા સમિતિના અધ્‍યક્ષ, સેવાભાવી જિતેન્‍દ્રભાઈ મોદીની પ્રેરણા અને માર્ગદર્શન થકી સંસ્‍કાર ભારતી - મહેસાણા જિલ્લા સમિતિ દ્વારા આ ભવ્‍ય અને દિવ્‍ય આયોજન કરાયું હતું. સંસ્‍કાર ભારતી- ગુજરાત પ્રાંતના મંત્રી રિકેશભાઈ ગુર્જર અને મહેસાણા જિલ્લા સમિતિના મહામંત્રી ડો. જિતેન્‍દ્રભાઈ પટેલ તથા સાથીઓએ પણ આયોજનને સફળ બનાવવા માટે જહેમત ઉઠાવી હતી.

મહેસાણાના મેયર સોનલબેન ઓઝા, ઝવેરચંદ મેઘાણીના પૌત્ર અને ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાનના સ્‍થાપક પિનાકી નાનકભાઈ મેઘાણી, સંસ્‍કાર ભારતી - ગુજરાત પ્રાંતના મહામંત્રી જયદીપસિંહ રાજપૂત અને કોષાધ્‍યક્ષ જગદીશભાઈ જોષી સહિત વિવિધ ક્ષેત્રોના અગ્રણીઓની ઉપસ્‍થિતિ રહી હતી. મોટી સંખ્‍યામાં બહેનો-દિકરીઓ હોંશભેર ગરબા રમ્‍યાં હતાં. બંગાળના લબ્‍ધપ્રતિષ્ઠિત સાહિત્‍યકાર બંકીમચંદ્ર ચટ્ટોપાધ્‍યાયએ ૦૭ નવેમ્‍બર ૧૮૭૫ના રોજ રચેલ અમર કાવ્‍ય અને ૧૯૫૦માં ભારતના રાષ્‍ટ્રગીત તરીકે દરજ્જો પામેલ ‘વંદે માતરમ્‌'ને નવલી નવરાત્રિના પાવન પર્વ અવસરે સંસ્‍કાર ભારતી - ગુજરાત પ્રાંત દ્વારા સહુપ્રથમ વખત અનન્‍ય અને અદભુત સંગીતમય ગરબા સ્‍વરૂપે રજૂ કરવામાં આવ્‍યું હતું જે ખાસ ઉલ્લેખનીય છે. માતાજીની સુશોભિત સ્‍થાપના તથા માતાજીના નવ દિવસના અલગ-અલગ સ્‍વરૂપના કલાત્‍મક સેલ્‍ફી-પોઈન્‍ટએ નવી પેઢીમાં સવિશેષ આકર્ષણ જગાવ્‍યું હતું. નવમા નોરતે ૨૧ બાળાઓનું ભાવથી પૂજન પણ કરવામાં આવ્‍યું હતું.(૨૩.૧૮) 

આલેખન

પિનાકી નાનકભાઈ મેઘાણી ઝવેરચંદ મેઘાણી સ્‍મળતિ સંસ્‍થાન (મો. ૯૮૨૫૦૨૧૨૭૯)

(1:31 PM IST)