<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 20th May 2026

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે મર્સિડીઝ કાર ચાલક રૂ. 69 લાખની કિંમતના હાઇબ્રીડ ગાંજા સાથે ઝડપાયો

SOG ક્રાઈમની ટીમે મર્સિડીઝ કારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે હાર્દિક કલાલ ધરપકડ કરી : ગાડીમાંથી 1 કિલો 975 ગ્રામ હાઇબ્રીડ ગાંજો જપ્ત કર્યો

અમદાવાદના વિજય ચાર રસ્તા પાસે મર્સિડીઝ કાર ચાલક પાસેથી હાઇબ્રીડ ગાંજાનો જથ્થો મળી આવ્યો છે. લક્ઝુરિયસ કારમાં હાઇબ્રીડ ગાંજાના જથ્થા સાથે SOGની ટીમે એકની ધરપકડ કરી છે . વિજયચાર રસ્તા પાસે રોડ પર મર્સિડીઝ કાર હાઇબ્રીડ ગાંજાના જથ્થા પકડ્યો છે . SOG ક્રાઈમની ટીમે મર્સિડીઝ કારમાંથી હાઇબ્રિડ ગાંજા સાથે હાર્દિક કલાલ  ધરપકડ કરી છે . ગાડીમાંથી 1 કિલો 975 ગ્રામ હાઇબ્રીડ ગાંજો, જેની કિંમત 69 લાખ થાય તે કબજે કર્યો છે . SOG ક્રાઈમ ટીમે વધુ તપાસ શરૂ કરી છે 

(9:11 PM IST)