<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 6th October 2026

મેટ્રો બનશે સુરતની નવી ઓળખ : પ્રગતિ સાથે પરંપરા અને પર્યાવરણની જાળવણી : સુરત મેટ્રોમાં દેશમાં પ્રથમવાર અનેક નવીનતા, હીરાની ચમક મેટ્રોમાં પણ દેખાશે

વિકાસ માટે વૃક્ષનું બલિદાન નહીં.જ્યાં મેટ્રો ઊભી રહેશે ત્યાં વૃક્ષો પણ ઊભા રહેશે : પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવાઈ : સુરતની સ્પીડ હવે ટ્રાફિક સિગ્નલથી નહીં, પરંતુ મેટ્રોના ટ્રેકથી મપાશે

સુરત તા. 6 : સુરતની ઓળખ હવે માત્ર ટેક્સટાઇલ અને હીરાની નગરી પૂરતી સીમિત નથી રહી. બ્રિજ સિટી અને સિલ્ક સિટી તરીકે જાણીતું સુરત હવે આધુનિક પરિવહન વ્યવસ્થાના પર્યાય તરીકે નવી ઓળખ બનાવી રહ્યું છે.

        શહેરમાં આકાર લઈ રહેલો મેટ્રો રેલ પ્રોજેક્ટ માત્ર પરિવહનને નવી દિશા નથી આપી રહ્યો, પરંતુ એન્જિનિયરિંગ, ટેકનોલોજી, પર્યાવરણ અને વારસાના જતનનું અનોખું ઉદાહરણ બની રહ્યો છે.બંદરો અને પરિવહન વિભાગ, ગાંધીનગર દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ સુરત મેટ્રોમાં દેશભરમાં પ્રથમ વખત અનેક નવીનતાઓ કરવામાં આવી છે.

     મેટ્રોની ખાસિયતો જોઇએ તો મેટ્રોમાં પણ દેખાશે હીરાની ચમક. ડાયમંડ ક્રસ અને સ્ટેશનોની ડિઝાઇનમાં સુરતની હીરા નગરીની ઝલક જોવા મળશે.વિકાસ માટે વૃક્ષનું બલિદાન નહીં.જ્યાં મેટ્રો ઊભી રહેશે ત્યાં વૃક્ષો પણ ઊભા રહેશે, પર્યાવરણને નુકસાન ન થાય તેની ખાસ કાળજી લેવાઈ છે.

ટ્રાફિકથી મુક્તિ. સુરતની સ્પીડ હવે ટ્રાફિક સિગ્નલથી નહીં, પરંતુ મેટ્રોના ટ્રેકથી મપાશે.સ્ટેક્ડ સ્ટેશન.સ્ટેક્ડ સ્ટેશનથી લઈને ડાયમંડ ક્રસ સુધીની ડિઝાઇન એન્જિનિયરિંગનો બેનમૂન નમૂનો છે.

     આ પ્રોજેક્ટ પૂર્ણ થતા સુરત શહેરને ટ્રાફિક સમસ્યામાંથી મોટી રાહત મળશે અને શહેરની ગતિ વધુ તેજ બનશે.

(1:04 PM IST)