તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 27th April 2026
અમદાવાદના જમાલપુરમાં અંગત અદાવતમાં ઘાતકી હુમલામાં આધેડનું મોત: ત્રણ સામે ગુન્હો નોંધાયો
જરગુલ અને મહેબૂબ પઠાણ પર ઘાતકી હુમલો : અચાનક થયેલા હુમલાને પગલે મહેબૂબ પઠાણ ગંભીર ઈજાગ્રસ્ત થતા તેનું મોત થયું

અમદાવાદ શહેરમાં અંગત અદાવતમાં મોડી રાત્રે એક આધેડ પર જીવલેણ હુમલો કરીને મોતને ઘાટ ઉતાર્યાની ઘટના બની છે. જમાલપુર તાનગરવાડ વિસ્તારમાં ગઈ 25 એપ્રિલના રોજ રાત્રે અંગત અદાવતને લઈને હિંસક ઝઘડો થયો હતો. જેમાં જૂની અદાવતને પગલે કરાયેલા હુમલામાં એક આધેડનું મોત નિપજ્યું હતું.જ્યારે એક ઈસમ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયો હતો.
મળતી માહિતી મુજબ, અમદાવાદના જમાલપુરમાં જરગુલ અને મહેબૂબ પઠાણ નામના 2 ઈસમો પર કેટલાક શખ્સોએ ઘાતકી હુમલો કરી દીધો હતો. અચાનક થયેલા હુમલાને પગલે મહેબૂબ પઠાણ ગંભીર ઈજાગ્રસ્ત થતા તેનું મોત થયું હતું.જ્યારે હુમલામાં જરગુલ પઠાણ નામના શખ્સને ગંભીર ઈજાઓ પહોંચતા તેને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો હતો.
અંગત અદાવતમાં થયેલી ઘાતકી હત્યાને પગલે ગાયકવાડ પોલીસને જાણ થતા તેઓ ઘટના સ્થળે પહોચ્યા હતા. જોકે, પોલીસની પ્રાથમિક તપાસ પછી આ ઘઠનામાં હનીફા પઠાણ અને સલીમ પઠાણ સહિતના 3 આરોપીઓ સામે ફરિયાદ નોંધીને તેમને શોધવા માટે પોલીસે તપાસ હાથ ધરી છે.
(9:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
