તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 6th July 2026
દત્તવાડા ગામે વીજ કંપનીના તૂટેલા તાર પર આધેડનો પગ અડી જતા કરંટ લાગતા મોત
ખેતરમાં ખેતી કામ કરવા ગયેલ ત્યરાએ શેઢા પાસે જી.ઈ.બી.નો ઈલેક્ટ્રિક તાર તુટીને જમીન પર પડેલ હોય જે ઈલેક્ટ્રિક તારનો બન્ને પગમા પંજા ઉપર કરંટ લાગવાથી આધેડનું મોત

(ભરત શાહ દ્વારા )નર્મદા:નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના દત્તવાડા ગામમાં ખેતરમાં કામ કરતા વ્યક્તિને તૂટેલા વીજ વાયરનો કરંટ લાગતા મોત થયું હતું.
પ્રાપ્ત માહિતી અનુસાર મરનાર નુરીયાભાઇ હુરજીભાઇ વસાવા( ઉ.વ.આ.૭૮ )(રહે.પાટી (પટેલ ફળીયુ) તા.સાગબારા જીલ્લો નર્મદા) નાઓ સવારના આશરે નવેક વાગ્યાના અરસામાં દત્તવાડા ગામની સીમમાં હંસરાજ ઉત્તર બુનિયાદી આશ્રામ શાળાની પાછળ આવેલ ફુલસિંગભાઇ ગીંબાભાઇ વસાવા નાઓના ખેતરમાં ખેતી કામ માટે ગયેલ હતા તે વખતે શેઢા પાસે જી.ઈ.બી. નો ઈલેક્ટ્રિક તાર તુટીને ખેતરમા જમીન પર પડેલ હોય જે ઈલેક્ટ્રિક તારનો મરનારના બન્ને પગમા પંજા ઉપર કરંટ લાગવાથી આધેડનું મોત થતાં સાગબારા પોલીસે અકસ્માત મોત દાખલ કરી છે.
(1:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
