તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Tuesday, 10th November 2026
ગરૂડેશ્વરના મોટા થવડીયા ગામના આધેડે મજૂરી કામ નહીં મળતા કર્યો આપઘાતનો પ્રયાસ
જિંદગીથી કંટાળી પોતાના ઘરે ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લીધી

(ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લાના ગરૂડેશ્વર તાલુકાના મોટા થવડીયા ગામના એક આધેડ વ્યક્તિને કામ નહીં મળતા આપઘાતનો પ્રયાસ કર્યો છે.
મળતી માહિતી મુજબ ભોગબનનાર વાલજીભાઇ લક્ષ્મણભાઇ તડવી ( રહે. મોટા થવડીયા, તા. ગરૂડેશ્વર જી.નર્મદા) નાઓને છેલ્લા ઘણા દિવસોથી મજુરી કામ મળતુ ન હોય જેથી જિંદગીથી કંટાળી તા.૦૮/૧૧/૨૦૨૬ ના રોજ સવારના આશરે કલાક ૦૮/૩૦ વાગે પોતાના ઘરે ઘાંસમાં છાંટવાની ઝેરી દવા પી લેતા તેમને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સમાં ટ્રોમા સેન્ટર એકતાનગર ખાતે લઇ આવી સારવાર હેઠળ દાખલ કર્યા હતા. સલામતી પોલીસે આ બાબતે નોંધ લઈ તપાસ હાથ ધરી છે.
ભરત દેશના કોઈપણ સત્તા આવે પરંતુ બેકારી દૂર થતી નથી ઉપરથી રોજે રોજ વધતી મોંઘવારીમાં સામાન્ય પરિવારોનુ જીવવું મુશ્કેલ બન્યું છે ત્યારે નોકરીઓ તો મળતી નથી જેના કારણે લાખો યુવાનો બેકાર છે ત્યારે બીજી તરફ હવે ખેતીકામ કે અન્ય જગ્યાએ મજૂરી કામ પણ હવે નહીં મળતા આ મોંઘવારી પરિવાર નું ગુજરાન ચલાવવું કઠિન બન્યું છે.
(12:16 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
