તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 7th May 2026
ભર ઉનાળે આકરી ગરમી વચ્ચે ડેડીયાપાડા વિસ્તારમાં કરા સાથે વરસાદ પડતા ખેડૂતો ચિંતિત
વરસાદ વરસતા મકાઈ ,મગ ,અડદ ,કેરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતાના કારણે ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા

(ભરત શાહ દ્વારા ) નર્મદા :નર્મદા જિલ્લાના ડેડીયાપાડા તાલુકામાં કરા સાથે મેઘરાજાની એન્ટ્રી થતાં ઠંડક થતા ગરમીમાં રાહત થઇ છે પરંતુ ખેડૂતોનો પાક બગડવાની નોબત આવતા ખેડૂતો ચિંતામાં મૂકાયા છે.
નર્મદા જિલ્લામાં આગાહી મુજબ વરસાદ પડવાની શક્યતાઓ જણાઇ હતી ત્યારે રાજપીપળા સહિત જિલ્લામાં વાદળછાયુ વાતવરણ જોવા મળ્યું પરંતુ સાંજે પાંચ વાગ્યા સુધી ડેડીયાપાડા સિવાય ક્યાંયે વરસાદ પડ્યો નથી, ડેડીયાપાડા તાલુકામાં ભર ઉનાળે કરા સાથે વરસાદ વરસતા વિસ્તારમાં ઠંડક પ્રસરી હતી, પરંતુ વરસાદ વરસતા મકાઈ ,મગ ,અડદ ,કેરી સહિતના પાકને નુકસાન થવાની શક્યતાના કારણે ધરતીપુત્ર ચિંતામાં મૂકાયા છે.
(10:06 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
