<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Wednesday, 13th May 2026

હવે દૂધ થયું મોંઘુ : અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો

અમુલ સ્ટાન્ડર્ડ 500 મીલી પાઉચનો ભાવ રૂપિયા 30થી વધીને 31 થયો :અમૂલ બફેલો 500 મીલીના 36ની જગ્યાએ 37 રૂપિયા ચૂકવવા પડશે:અમૂલ ગોલ્ડ 500 મીલી પાઉચના રૂપિયા 33થી વધીને 34 રૂપિયા કરાયો :અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ રૂપિયા 65થી વધીને 67 થયો

અમૂલ દૂધના ભાવમાં ફરી એક વખત વધારો કરવામાં આવ્યો છે. અમૂલ દૂધના ભાવમાં પ્રતિ લીટર 2 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે હવેથી અમૂલ સ્ટાન્ડર્ડ 500 મીલી પાઉચનો ભાવ રૂપિયા 30થી વધીને 31 થયો છે એટલે કે તેમાં 1 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યારે અમૂલ બફેલોના 500 મીલી પાઉચમાં પણ 1 રૂપિયાનો વધારો કરવામાં છે. હવેથી અમૂલ બફેલો 500 મીલીના 36ની જગ્યાએ 37 રૂપિયા ચૂકવવા પડશે. અમૂલ ગોલ્ડ 500 મીલી પાઉચના રૂપિયા 33થી વધીને 34 રૂપિયા કરવામાં આવ્યા છે તો અમૂલ ગોલ્ડ 1 લીટરનો ભાવ રૂપિયા 65થી વધીને 67 કરવામાં આવ્યો છે. 

 

ગઈકાલે મધર ડેરીએ પણ દૂધના ભાવમાં વધારો કરવાનો નિર્ણય કર્યો હતો. ટોન્ડ (બલ્ક વેન્ડ) દૂધનો ભાવ પ્રતિ લિટર 54 રૂપિયાથી વધીને 56 રૂપિયા પ્રતિ લિટર થઈ ગયો છે. ફુલ ક્રીમ દૂધનો ભાવ પ્રતિ લિટર 68 રૂપિયાથી વધીને 69 રૂપિયા થઈ ગયા છે. આ સાથે ટોન્ડ દૂધ (પાઉચ) ની કિંમત 56 રૂપિયા પ્રતિ લિટરથી વધારીને 57 રૂપિયા પ્રતિ લિટર કરવામાં આવી છે.

(6:55 PM IST)