<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Tuesday, 2nd June 2026

જીતનગરમાં વર્ષો પહેલા બની રહેલી કરોડોના ખર્ચે નવી સિવિલ હોસ્પિટલમાં લાખો રૂપિયા પાણીમાં ડૂબ્યા

પહેલા બે કોન્ટ્રાકટરના ટેન્ડર મંજૂર થયા તેમની લડાઈમાં કોર્ટ કેસ ચાલ્યા બાદ હવે જુના મકાનની બાજુમાં જ બીજું બાંધકામ કર્યું હોય જુના બાંધકામમા લાખો રૂપિયા ખર્ચ થયા એ બરબાદ

( ભરત શાહ દ્વારા ) નર્મદા: નર્મદા જિલ્લામાં આરોગ્ય સેવા બાબતે પણ લાલીયાવાડી જોવા મળી છતાં સ્થાનિક રાજકીય નેતાઓનું મૌન ઘણું કહી જાય છે.
  રાજપીપળા ખાતે મધ્યમાં આવેલી જૂની સિવિલ હોસ્પિટલનું મકાન જોખમી અને જર્જરીત હોવાથી હોસ્પિટલ વડીયા જકાત નાકા નજીક આર્યુવેદીકના મકાનમાં શિફ્ટ કરવામાં આવી પરંતુ એ નવી સિવિલ હોસ્પિટલ ઘણી દૂર હોવાથી સ્થાનિક લોકોને આવવા જવાના 100 રૂપિયા રિક્ષા ભાડા ખર્ચી ને ત્યાં જવું પડે તો આર્થિક ફટકો પડે છે. જ્યારે હવે તો છેક જીતનગર સુધી લાંબા થવાની નોબત આવશે.
   રાજપીપળા નજીક આવેલા જીતનગર ગામ ખાતે ઘણા વર્ષો થી બની રહેલી નવી સિવિલ હોસ્પિટલ બે કોન્ટ્રાક્ટરો ની લડાઈ માં હજુ બાંધકામ પૂરું થયું ન હતું ત્યારે જાણવા મળ્યા મુજબ લાખોના ખર્ચે ત્યાં બાંધકામ થયું એ પડતું મૂકી ને હવે બાજુ માં નવી સિવિલ અને મેડિકલ કોલેજ બનવા જઇ રહી છે જેમાં કોલેજ નું કામ લગભગ પૂર્ણ થયું છે જ્યારે હોસ્પિટલના મકાનનું કામ હજુ ક્યારે થશે તે કહેવું મુશ્કેલ છે, જોકે જુના બાંધકામ માટે લાખોના ખર્ચ થયો એ રૂપિયા પાણીમાં ડૂબ્યા અને હવે બાજુમાં નવું બાંધકામ થતું હોય પરંતુ હાલ માં પણ સવાલ એ જ ઊભો છે કે બીમાર દર્દીઓ ને હવે જીતનગર સુધી સારવાર માટે જવું પડશે એ પણ ખર્ચ મોંઘો જ પડશે તો સરકારે આ માટે કોઈક વિનામુલ્યે વાહન આવન જાવન કરે તેવી વ્યવસ્થા કરવી જોઈએ નહીં તો ગરીબ દર્દીઓને આર્થિક ફટકો વેઠવો પડે.

(12:44 AM IST)