તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
નર્મદા જિલ્લામાં ખનીજ માફિયાઓએ સંન્યાસ લીધો..?લાંબા સમયથી તંત્ર દ્વારા એકપણ કેસ નથી કરાયો
ભૂતકાળમાં પ્રાંત અધિકારીએ ફિલ્મી ઢબે પીછો કરી માફીયાઓના વાહનો ઝડપી પાડ્યા હતા:લાંબા સમયથી પ્રાંત કે ખાણ ખનિજ વિભાગ દ્વારા સબ સલામતની જેમ કોઈ કેસ થયો નથી

( ભરત શાહ દ્વારા ) નર્મદા:નર્મદા જિલ્લામાં અનેક ઠેકાણે રેતી, માટી ખનનની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચાલતી આવી છે અને તંત્ર પણ આ બાબતે અજાણ નથી ત્યારે ભૂતકાળમાં ખાણ ખનિજ વિભાગ અને પ્રાંત અધિકારી દ્વારા ઘણા કેસ થયા પરંતુ હાલમાં લાંબા સમયથી ખનિજ માફીયાઓ પર જાણે તંત્ર મહેરબાન હોય એમ કોઈ કેસ નોંધાયો જોવા મળ્યો નથી, તો શું અધિકારીઓએ માફીયાઓ સાથે હાથ મિલાવ્યા હશે..?
ભૂતકાળમા પ્રાંત અધિકારી ગઢવીને મળેલ બાતમીના આધારે સિસોદરા ગામમાં ગેરકાયદેસર રેતી ખનન કરતા ખનિજ માફીયાઓને પકડવા બાઇક ઉપર પ્રાંત અધિકારી બેસીને ફિલ્મી ઢબે પીછો કર્યો હતો ત્યારે તેમની ઉપર વાહન ચઢાવવાનો પણ નિષ્ફળ પ્રયાસ થયો અને આ રેડમાં કેટલાક વાહનો જપ્ત કરી કેસ કરાયો હતો.સાથે ખાણ ખનિજ વિભાગ એ પણ કેસો કર્યા હતા પરંતુ હાલ લાંબા સમયથી ખનિજ માફીયાઓએ જાણે સન્યાસ લીધો હોય તેમ જિલ્લામાં કોઇજ કેસ થયો હોય તેમ સાંભળવા મળ્યું નથી તો શું નર્મદામા હવે કોઇજ ખનિજ ચોરી થતી નથી..? કે પછી લાગતા વળગતા સરકારી બાબુઓ એ હાથ મિલાવી દીધા છે..? આવનારા સમયમા જોવું રહ્યું કે તંત્ર ખનિજ માફીયાઓ સામે કાર્યવાહી કરે છે કે નહીં
(7:02 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
