<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Thursday, 10th September 2026

મહેસાણાના વિજાપુરના ડાભલા ગામમાં ખનિજ વિભાગના દરોડા: 1.20 કરોડનો મુદ્દામાલ જપ્ત

ખાણ ખનિજ વિભાગે સ્થળ પરથી બે ડમ્પર અને લોડર પકડ્યા

મહેસાણાના વિજાપુર તાલુકાના ડાભલા ગામમાં ખનિજ વિભાગે દરોડા પાડ્યા છે. સાદી માટીનું ગેરકાયદે ખાણકામ પકડી પાડીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કલેક્ટર અને મદદનીશ ભૂસ્તરશાસ્ત્રીની સૂચનાથી દરોડા પડાયા હતા  અંદાજિત એક કરોડ વીસ લાખની કિંમતનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. વિભાગે સ્થળ પરથી બે ડમ્પર અને લોડર પકડ્યા છે . ગેરકાયદે થયેલ ખાણકામની ચોક્કસ માપણી હાલ હાથ ધરાઈ છે. ખાણ ખનિજ વિભાગ દ્વારા આગળની દંડકીય કાર્યવાહી ચાલુ છે.

(11:06 PM IST)