તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Friday, 4th September 2026
વડોદરાના વાઘોડિયામાં ખનન માફિયાઓ બેફામ :સરકારી ડુંગરો ગાયબ કરવાનું કૌભાંડ : ગ્રામજનો સાથે 5 ગામોના સરપંચોની કલેક્ટરને ફરિયાદ
ગુગલપુર, ચાંદપુરા, સૈડાલ, વસવેલ અને ખેરવાડી જેવા વિસ્તારોમાં માફિયાઓએ સરકારે પાથરેલા ડુંગરોને પણ કોતરીને હાર્ડ મોરમની મોટાપાયે ચોરી

વડોદરા જિલ્લાના વાઘોડિયા તાલુકામાં ખનન માફિયાઓ દ્વારા બેફામ બની સરકારી ડુંગરો ગાયબ કરી દેવાનું મોટું કૌભાંડ સામે આવ્યું છે. દંખેડા જૂથ પંચાયત હેઠળ આવતા પાંચ ગામોમાં ક્વોરીની લીઝની આડમાં છેલ્લા બે વર્ષથી ગેરકાયદે ખનન પ્રવૃત્તિઓ ધમધમી રહી છે.
ગુગલપુર, ચાંદપુરા, સૈડાલ, વસવેલ અને ખેરવાડી જેવા વિસ્તારોમાં માફિયાઓએ સરકારે પાથરેલા ડુંગરોને પણ કોતરીને હાર્ડ મોરમની મોટાપાયે ચોરી કરી છે. ખાણ ખનીજ વિભાગના અધિકારીઓની કથિત મિલીભગત અને નિષ્ક્રિયતાને કારણે આ ગેરકાયદે પ્રવૃત્તિ બેરોકટોક ચાલી રહી હોવાના ગંભીર આરોપો લાગ્યા છે. રોષે ભરાયેલા ગ્રામજનોએ આ મામલે વડોદરા કલેક્ટર સમક્ષ લેખિતમાં ઉગ્ર રજૂઆત કરી છે. અગાઉ પણ અનેક વખત ખાણ ખનીજ વિભાગને જાણ કરવા છતાં કોઈ જ નક્કર કાર્યવાહી ન થતાં, ગ્રામજનોએ જવાબદાર અધિકારીઓ અને માફિયાઓ સામે કડક દંડ અને ફોજદારી પગલાં લેવાની માંગ કરી છે.
વસવેલ ગ્રામ પંચાયતના સરપંચ મહેશ પરમારે જણાવ્યું હતું કે તેમના વિસ્તારમાં અનેક જગ્યાએ ગેરકાયદેસર ખાનખનીજ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, જે અંગે અગાઉ પણ જાણકારી આપવા છતાં કોઈ જ કાર્યવાહી કે તપાસ કરવામાં આવી નથી. આ ગેરકાયદેસર ખાનખનીજ અટકાવવા અને જવાબદાર અધિકારીઓ સામે કડક પગલાં લેવાની માંગ સાથે આજે કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં વસવેલ ઉપરાંત ડંખેડા, ચાંતુરા, ખેરવાડા, ખૈડલ અને તરસવા સહિતના ગ્રામ પંચાયત વિસ્તારોમાં વગર પરવાનગીના મોટા પાયે ખનીજ ચોરી થઈ રહી હોવાનો આક્ષેપ કરાયો છે.
(12:00 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
