<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 17th April 2026

ખેડામાં લવ જેહાદની મોડસ ઓપરેન્ડી હેઠળ પ્રેમજાળમાં ફસાવી :સગીરા પર 9 નરાધમોએ આચર્યું સામૂહિક દુષ્કર્મ

છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા આ શારીરિક અને માનસિક શોષણને અંતે હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ભારે રોષ

ખેડા ટાઉનમાંથી એક અત્યંત હૃદયદ્રાવક અને કંપારી છૂટી જાય તેવી ઘટના સામે આવી છે. પ્રેમજાળમાં ફસાવીને એક માસૂમ સગીરાની જિંદગી બરબાદ કરવાનું પૂર્વઆયોજિત કાવતરું નરાધમો દ્વારા આચરવામાં આવ્યું હોવાનો પર્દાફાશ થયો છે. છેલ્લા 3 વર્ષથી ચાલી રહેલા આ શારીરિક અને માનસિક શોષણને અંતે હવે પોલીસ ફરિયાદ નોંધાતા સમગ્ર પંથકમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

 

મળતી વિગતો અનુસાર, આ સમગ્ર ઘટનાની શરૂઆત બે વર્ષ પહેલા થઈ હતી. મુખ્ય આરોપી પરવેઝ પઠાણે સગીરાને પૂર્વઆયોજિત કાવતરાના ભાગરૂપે લવ જેહાદની મોડસ ઓપરેન્ડી હેઠળ પોતાની પ્રેમજાળમાં ફસાવી હતી. માસૂમ દીકરીને વિશ્વાસમાં લીધા બાદ આરોપીએ તેની મરજી વિરુદ્ધ શારીરિક સંબંધો બાંધ્યા હતા. આટલેથી જ ન અટકતા, નરાધમોએ સગીરાના કપડાં વગરના ફોટા અને વીડિયો ઉતારી લીધા હતા. આ વાંધાજનક સામગ્રીના આધારે દીકરીને બ્લેકમેલ કરવાનું શરૂ કરવામાં આવ્યું હતું.

 

મુખ્ય આરોપી પરવેઝ પઠાણે ત્યારબાદ તેના 8 મિત્રોને પણ આ કાવતરામાં સામેલ કર્યા હતા. ફોટા અને વીડિયો વાયરલ કરવાની તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપીને આ 9 શખ્સોએ વર્ષ 2023થી લઈને 2026 સુધી સગીરાને અવારનવાર પીંખી હતી. આ નરાધમો દીકરીનું સતત શારીરિક શોષણ કરતા રહ્યા અને તેને માનસિક ત્રાસ આપતા રહ્યા.

 

જ્યારે આ સમગ્ર મામલો સગીરાના પરિવારના ધ્યાને આવ્યો, ત્યારે તેઓ સ્તબ્ધ થઈ ગયા હતા. પરિવારજનોએ તાત્કાલિક હિન્દુ સંગઠનોની મદદ લીધી અને ખેડા ટાઉન પોલીસ મથકે ન્યાય માટે ધા નાખી હતી. પોલીસે ઘટનાની ગંભીરતા સમજીને મુખ્ય આરોપી પરવેઝ, માહિર, ફૈઝાન, તૌફીક, સાહીલ સહિત કુલ 9 પઠાણ શખ્સો સામે ગુનો નોંધ્યો છે. પોલીસે POCSO એક્ટ હેઠળ આરોપીઓને રાઉન્ડ અપ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

(8:02 PM IST)