તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
‘‘મધ્યમ ગરમ'' હવામાનનો દોરઃ પારો ૪૦થી ૪૩ ડીગ્રી વચ્ચે ઘુમશે
વેધરએનાલીસ્ટ અશોકભાઇ પટેલની તા.૨૧ થી ૨૭ મે સુધીની આગાહીઃ હાલ નોર્મલ મહત્તમ તાપમાન ૪૦ાા થી ૪૨ ડીગ્રી ગણાયઃ ૧૫ થી ૩૫ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાશેઃ ૨૫મી સુધીમાં એક - બે દિવસ એકલ - દોકલ વિસ્તારમાં કમોસમી વરસાદી ઝાપટાની ૫૦ ટકા શકયતા

રાજકોટઃ હાલ છેલ્લા બે - ત્રણ દિવસથી ગરમીમાં આંશિક ઘટાડો થયો છે. જે આગામી ૨૭મી મેં સુધી સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મધ્યમ ગરમ હવામાન ચાલુ રહેશે. મહત્તમ તાપમાન ૪૦ થી ૪૩ ડીગ્રીની વચ્ચે રહેશે તેમ જાણીતા વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે જણાવ્યું છે.
તેઓએ જણાવેલ કે ગઇ કાલે ગુજરાત રાજ્યના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં મહત્તમ તાપમાન નોર્મલ આસપાસથી ૨ડીગ્રી સુધી વધુ નોંધાયુ હતું. જેમ કે રાજકોટઃ ૪૩.૦ (નોર્મલ કરતાં ૨.૦ ડીગ્રી વધુ), ડીસાઃ ૪૧.૪ (નોર્મલ કરતાં ૦.૬ ડીગ્રી વધુ), અમરેલીઃ ૪૩.૧ડીગ્રી (નોર્મલ કરતાં ૨.૦ ડીગ્રી વધુ) અમદાવાદઃ ૪૩.૭ ડીગ્રી (નોર્મલ કરતાં ૧.૭ ડીગ્રી વધુ), વડોદરાઃ ૪૦.૨ ડીગ્રી(નોર્મલ), ભુજઃ ૪૦.૮ ડીગ્રી (નોર્મલ કરતાં ૧.૬ વધુ) નોંધાયેલ.
ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં હાલનું નોર્મલ મહત્તમ તાપમાનઃ ૪૦.૫ ડીગ્રી થી ૪૨ ડીગ્રી વચ્ચે ગણાય. ભુજનું નોર્મલ મહત્તમ તાપમાનઃ ૩૯.૨ ડીગ્રી ગણાય.
વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઇ પટેલે સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છ માટે ૨૧ થી ૨૭ મે સુધીની આગાહી કરતાં જણાવેલ કે પવનો મુખ્યત્વે પヘમિી દિશાના રહેવાની શક્યતા છે. પવનની ઝડપઃ૧૮ મે સુધી ૧૫ થી ૨૦ કિમી/કલાક, ત્યારબાદ ૨૦ થી ૩૦ કિમી/કલાક
ઝાટકાના પવન ૧૮ મે સુધી ૨૦૨૫ કિમી/કલાક, ત્યારબાદ ૨૫ થી ૩૫ કિમી/કલાક વરસાદી ઝાપટાઃ ૨૫ મે સુધી એક/બે દિવસ એકલ દોકલ વિસ્તાર માં વરસાદી ઝાપટાં પડવાની ૫૦% શક્યતા.
આગાહી સમયગાળા દરમિયાન મહત્તમ તાપમાન હાલના સ્તર આસપાસ જ રહેવાની શક્યતા છે. જે નોર્મલ આસપાસથી નોર્મલથી ૨ ડીગ્રી વધુ રહી શકે છે.
ગુજરાતના મોટાભાગના ગરમ કેન્દ્રોમાં આગાહી સમયગાળા દરમિયાન મોટાભાગના દિવસોમાં મહત્તમ તાપમાન ૪૦ ડીગ્રી થી ૪૩ ડીગ્રી વચ્ચે નોંધાવાની શક્યતા છે.
દિવસ પ્રમાણે તાપમાનમાં ૧ ડીગ્રી થી ૩ ડીગ્રીસુધીના વધઘટ થવાની શક્યતા.
૨૫ મે સુધીના સમયગાળા દરમિયાન એકલ દોકલ વિસ્તાર માં એકાદ-બે દિવસ વરસાદી ઝાપટાં પડવાની ૫૦% શક્યતા છે.
આગામી સાત દિવસ દરમિયાન સૌરાષ્ટ્ર, ગુજરાત અને કચ્છમાં મધ્યમ ગરમ હવામાન ચાલુ રહેવાની શક્યતા છે.
મહત્તમ તાપમાન મોટાભાગે ૪૦ ડીગ્રી થી ૪૩ડીગ્રી વચ્ચે રહેવાની શક્યતા છે. નોર્મલ આસપાસથી નોર્મલથી ૨ ડીગ્રી વધુ રહી શકે છે.
(3:26 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
