તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 18th May 2026
મોદી સાહેબ અને કમળના નિશાન પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે:નીતિનભાઈ પટેલે ફરી ઠમઠોર્યા
પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ ફરી એકવાર, પક્ષના કેટલાક નેતાઓ માટે કડવા શબ્દો ઉચ્ચાર્યા :તૈયાર ભાણે જમવા આવેલા નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષો યાદ કરાવ્યા

ગુજરાતના પૂર્વ નાયબ મુખ્ય પ્રધાન નીતિનભાઈ પટેલ ફરી એકવાર, પક્ષના કેટલાક નેતાઓ માટે કડવા શબ્દો ઉચ્ચાર્યા છે. મોદી સાહેબ અને કમળના નિશાન પર જીતીને કેટલાક નેતાઓ ખિસ્સામાં હાથ નાખીને ફરે છે, તેમ તેમણે જણાવ્યું હતું. સ્થાનિક સ્વરાજની ચૂંટણીના અભિવાદન સમારંભમાં નીતિનભાઈ પટેલે આકરી શિખામણ ચૂંટાયેલા કોર્પોરેટરોને આપી હતી. તૈયાર ભાણે જમવા આવેલા નવા નેતાઓને ભૂતકાળના સંઘર્ષો યાદ કરાવ્યા હતા તેમણે . 1990માં કડી અને હાજીપુરમાં ચૂંટણી પ્રચાર વખતે થયેલા પથ્થરમારાનો કિસ્સો વાગોળ્યો હતો. માત્ર મીઠો આવકાર આપવાથી નહીં, નક્કર કામ કરવાથી જ પ્રજાનો વિશ્વાસ જીતાય તેમ પણ તેમણે કહ્યું હતું. આજનું કામ કાલ પર ન છોડવાની આપી સલાહ, કહ્યું- ‘કાલ કદી ઉગતી જ નથી’. કડીના ચંપાબા ટાઉન હોલ ખાતે જંગી વિજયનો અભિવાદન સમારંભ યોજાયો હતો
(10:54 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
