તા. ૧૩ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૪ શુક્રવાર
News of Saturday, 17th October 2026
વડોદરાના ડેરી ચાર રસ્તા પાસે આવેલી એક મીઠાઈની દુકાનમાં નાણાંની લેતીદેતી મામલે બબાલ
કેટલાક શખ્સો નાણાકીય વ્યવહારના મુદ્દે દુકાન પર પહોંચ્યા: લાકડી-દંડા લઈને દુકાનની બહાર તોડફોડ કરી

વડોદરાના ડેરી ચાર રસ્તા પાસે આવેલી એક મીઠાઈની દુકાનમાં નાણાંની લેતીદેતી મામલે બબાલ થઈ હોવાની ઘટના સામે આવી છે. કેટલાક શખ્સો નાણાકીય વ્યવહારના મુદ્દે દુકાન પર પહોંચ્યા હતા અને ત્યારબાદ લાકડી-દંડા લઈને દુકાનની બહાર તોડફોડ કરી હોવાની માહિતી છે.
આ સમગ્ર મારામારી અને તોડફોડની ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા છે. ઘટનાને પગલે મકરપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. બીજી તરફ, પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ઘટનામાં સંડોવાયેલા શખ્સો સામે કાયદેસરની કાર્યવાહી કરવાની દિશામાં પગલાં ભરી રહી છે.
(12:23 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
