તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Monday, 22nd June 2026
ગુજરાતમાં ચોમાસુ નબળું રહેવાની શક્યતાઃ ખેતી-બજેટના આયોજન સામે મોટો પડકાર
પેસિફિકની ગરમીથી અરબી સમુદ્રનો ભેજ સૂકાયો, ગુજરાત પર ઘેરાતો ‘અલ નીનો'નો ભયાનક ભય પણ સરકાર જાગૃત, અગમચેતીના તમામ પગલાં ભરાયા : કપાસ-મગફળીના વાવેતર પર સંભવિત સંકટ, મોંઘવારી વધવાની અને રાજ્યનું અર્થતંત્ર પણ ડામાડોળ થવાની ભીતિ

અમદાવાદ,તા.૨૨: પ્રશાંત મહાસાગરમાં સક્રિય થયેલા ઘાતક અલ નીનોને કારણે ચાલુ વર્ષ ગુજરાતના કૃષિ ક્ષેત્ર, શ્રામીણ અર્થતંત્ર અને સામાન્ય જનજીવન પર મીટા નુક્સાનનું સંકટ તોળાઈ રહ્યું છે. હવામાન વિભાગ અને વર્લ્ડ મેટિઓરોઘોજિકલ ઓર્ગેનાઈઝેશન ના વૈશ્વિક મોડલ્સના આધારે જાહેર થયેલા અહેવાલો અને CEEWના લેટેસ્ટ સેટેલાઈટ મેપ મુજબ, દેશના ૯૦ ટકા ભાગોની સાથે સમગ્ર ગુજરાતમાં જૂનથી ઓગસ્ટ દરમિયાન સામાન્ય કરતા ઘણો ઓછો વરસાદ પડવાની આશંકા સેવાઈ રહી છે. હાલ ગુજરાતીઓ ગરમી અને ભેજના મિશ્રિત માહોલથી જે ત્રાહિમામ પોકારી રહ્યા છે. આ માટે પણ અલ નીનો જવાબદાર હોવાનું મનાય છે.
એમ કહેવાય છે કે, ‘અલ નીનો'ના કારણે વાતાવરણમાં સર્જાયેલી 'એટમોસ્કેરિક ટેલિકનેક્શન'ની પ્રક્રિયાને લીધે ગુજરાત નજીક આવેલા અરબી સમુદ્રમાંથી આવતા ભેજવાળા પવનો સાવ નબળા પડી ગયા છે.
આ વૈજ્ઞાનિક કારણોસર વાદળો બંધાતા અટકી ગયાછે અને આકાશ ખુલ્લું રહેતા અસહ્ય ગરમી વધી રહી છે. જે સીધી રીતે ચોમાસાને ખેંચી રહી છે.
ગુજરાતમાં ખરીફ સિઝનના મુખ્ય પાક જેવા કે કપાસ, મગફળી અને એરંડાનું કરોડો રૂપિયાનું વાવેતર સંપૂર્ણપણે ચોમસાના આ પ્રારંભિક વરસાદ પર નિર્ભર હોય છે. જો વરસાદ આ જ રીતે ખેંચાશે અથવા ઓછો રહેશે, તો રાજ્યના ખેડૂતોને વાવણી નિષ્ફળ જવાથી કરોડોનું નુકસાન વેઠવું પડે, જળારાષોમાં પણીની તંગી સર્જાય અને ડેરી ઉદ્યોગ માટે પાસચારાની મોટી આછત ઊભી થાય, ચોમાસાની આ સ્થિતિ ગુજરાતના અર્થતંત્રને ડામાડોળ કરે, મોંઘવારીને બેકાબુ બનાવે તેવી શક્યતાઓ પણ નકારી શકાતી નથી. ગયા વર્ષે દેશમાં ૧૦૦ ટકા જેટલો શાનદાર વરસાદ પડયો હતો. પરંતુ આ વર્ષે સ્થિતિ ચિતાજનક બની રહી છે. જોકે, ગુજરાત સરકાર આ સમગ્ર સ્થિત્તિથી સંપૂર્ણપણે વાકેફ છે અને મુખ્યમંત્રી-મુખ્યસચિવ કક્ષાએ સમીક્ષા બેઠકો યોજાઈ રહી છે. તમામ જિલ્લા કલેક્ટર્સ, સંબંપિત વિભાગોના અધિકારીઓ સાથે સતત સંપર્ક જાળવીને કઈ સ્થિતિમા શું કરવું, તેનું માર્ગદર્શન સહિતના આદેશો આપી દેવાયા છે.
અલનીનોની સંભવિત ખતરનાક અસરો શું હશે ?
ગુજરાત દેશમાં કપાસ અને મગફળીનું સૌથી મોટું ઉત્પાદક રાજ્ય છે, શરૂઆતનો વરસાદ ન થવાથી જમીનમાં ભેજ ઘટી જશે. જેના કારણે કાં તો વવણી મોડી હથશે અથવા વાવેલો પાક શરૂઆતમાં જ બળી જવાની ભીતિ રહેશે, જેનાથી ખેડૂતો પર દેવાનો બોજ વધી શકે છે.
નબળા ચોમાસાને કારણે લીલા ઘાસયારાની ભારે તંગી સર્જાય, પશુઓ માટે ઘાસચારો મીથો થતા દૂધના ઉત્પાદન પર વિપરીત અસર પડે અને પશુપાલકોનો આર્થિક બોજ વધી શકે છે. છ જૂનથી ઓગસ્ટ સુધી જોવરસાદનું પ્રમાણ ઓથે રહેશે, તો નમક સરઘર સરોવર ડેમ સહિત સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના મુખ્ય જળાશયોના જળસ્તર ચિતાજનક સપાટીએ પહોંચી શકે છે. આ સ્થિતિ મળશ્ર સિચાઈ જ નહી પરંતુ આગામી શિયાળા અને ઉનાળામાં પીવાના પાણર્ણોની મોટી સમસ્ય સર્જી શકે છે.
૧૦ દેશની ૧૮ ટકા ખેતીલાયક જમીન વરસાદ પર નિર્ભર હોવાથી, કૃષિ ઉત્પાદન ઘટતા જ શાકભાજી, બાધતેલ અને અનાજના ભાવ આસમાને પહોંચશે. રિઝર્વ બેંકના મોંઘવારીના અંદાજો ખોરવાઈ જવાથી સામાન્ય ગુજરાતી પરિવારોના રસોડાનું બજેટ પણ ખોરવાય તેવી શક્યતા નકારી શકાતી નથી.
અલ નીનો શું છે ?
અલ નીનો એ કોઈ વાવાઝોડ નથી, પણ સમુદ્રની એક કુદરતી ઘટના છે. સ્પેનિશ ભાષામાં 'અલ નીનો'નો અર્થ નાનું બાળક અથવા બાળ ઈસ થાય છે કારણ કે દક્ષિણ અમેરિકાના દરિયાકઠિ નાતાલ (ડિસેમ્બર)ની આસપાસ આ ઘટનાની શરૂઆત થતી જોવા મળે છે. સામાન્ય પરિસ્થિતિમાં પ્રશાંત મહાસાગરના પヘમિી ભાગમાં ગરમ પાણી અને પૂર્વીય ભાગ દક્ષિણ અમેરિકા નજીકમાં ઠંડું પાણી હોય છે પરંતુ જયારે દરિયાઈ પવની નબળા પડે છે
ત્યારે પેસિફિકનું આ આખું ગરમ પણી પૂર્વ તરફ ખસવા લાગે છે. આના કારણે દરિયાની સપાટીનું તાપમાન સામાન્ય કરતાં ખૂબ જ વધી જાય છે. આ ગરમ પાણીની અસર આખી દુનિચ્છના વાતાવરણ પર પડે છે.
(9:54 AM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
