<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 6th September 2026

ચોમાસાની થાપટ: રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છતાં 1 નેશનલ હાઈવે અને 20 રસ્તાઓ વાહનવ્યવહાર માટે બંધ

​પંચાયત હસ્તકના રસ્તાઓ અને સ્ટેટ હાઈવે પર પાણી ભરાતાં વાહનચાલકો પરેશાન; તંત્ર દ્વારા સમારકામ હાથ ધરાયું

અમદાવાદ: ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસોથી સાર્વત્રિક બેટિંગ કર્યા બાદ મેઘરાજાએ મોટાભાગના વિસ્તારોમાં વિરામ લીધો છે, પરંતુ ભારે વરસાદને કારણે સર્જાયેલી જળબંબાકારની સ્થિતિની અસર હજુ પણ માર્ગ વ્યવહાર પર જોવા મળી રહી છે. રાજ્યમાં નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવે અને પંચાયત હસ્તકના મળીને કુલ ૨૦થી વધુ રસ્તાઓ બંધ હોવાના અહેવાલ મળ્યા છે.
​માર્ગ અને મકાન વિભાગના તાજા આંકડાઓ અનુસાર, ભારે પાણીના ભરાવા અને ધોવાણને કારણે ૧ નેશનલ હાઈવે તેમજ અન્ય મુખ્ય અને ગ્રામીણ રસ્તાઓ પર વાહનવ્યવહાર પંચરચર થઈ ગયો છે. ખાસ કરીને પંચાયત હસ્તકના રસ્તાઓને સૌથી વધુ નુકસાન પહોંચ્યું છે, જેના કારણે અનેક અંતરિયાળ ગામડાઓનો સંપર્ક મુખ્ય શહેરો સાથેથી કપાઈ ગયો છે.  
​સ્થાનિક જિલ્લા તંત્ર અને માર્ગ-મકાન વિભાગ દ્વારા રસ્તાઓ પરથી પાણી ઉતરવાની સાથે જ તાત્કાલિક ધોરણે સમારકામ અને મેન્ટેનન્સની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. વાહનચાલકોને મુશ્કેલી ન પડે તે માટે વૈકલ્પિક માર્ગોનો ઉપયોગ કરવા અપીલ કરવામાં આવી છે તેમજ બંધ પડેલા રસ્તાઓને ઝડપથી પૂર્વવત કરવા તંત્ર રાત-દિવસ કાર્યરત છે.

(12:41 PM IST)