તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 19th April 2026
GCAS પોર્ટલમાં વિસંગતતાઓ મામલે મોરબી ABVP દ્વારા વિરોધ પ્રદર્શન કરાયું
જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.

( પ્રવિણ વ્યાસ દ્વારા ) મોરબી :અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ ગુજરાત પ્રદેશ દ્વારા નીચે મુજબની માંગણીઓ રજૂ કરવામાં આવે છે.તાત્કાલિક ધોરણે GCAS પોર્ટલમાં પ્રાઈવેટ યુનિવર્સિટીએાનો સમાવેશ કરવામાં આવે .
જો ખાનગી યુનિવર્સિટીએાનો સમાવેશ ન કરવામાં આવે તો GCAS પોર્ટલ માત્ર ડેટા એેકત્રીકરણ માટેનું પોર્ટલ બની રહે અને પ્રવેશ પ્રક્રિયા ડીસેન્ટ્રલાઈઝ કરી વિશ્વવિદ્યાલય દ્વારા હાથ ધરવામાં આવે.
રજીસ્ટ્રેશન ફી ના નામે ઉઘરાવવામાં આવેલ રૂ. 300/- માં ઘટાડો કરવામાં આવે અથવા સંપૂણપણે બંધ કરી વિદ્યાર્થીઓ માટે પ્રક્રિયા નિ:શુલ્ક બનાવવામાં આવે .
આ ઉપરોકત માંગોને લઈને abvp_morbi દ્વારા સરદાર બાગ નજીક omvvim કેમ્પસ પાસે GCAS નો વિરોધ નોંધાવી લાંબા સમય સુધી રસ્તા પર ધરણા પ્રદર્શન કરવામાં આવ્યું . જો આ માંગ સ્વીકારવામાં નહીં આવે તો અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ મોરબી દ્વારા આગામી સમયમાં ઉગ્રમાં ઉગ્ર આંદોલન કરવામાં આવશે.
(4:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
