તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Thursday, 21st May 2026
સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ ક્લિનિક અને હોસ્પિટલ ઝડપાઈ :ઓલપાડના અટોદરા ગામે સંચાલકો સામે પોલીસ FIR નોંધાઈ
ચેકીંગ માં ‘શ્રી હેલ્થ કેર ક્લિનિક’ તેમજ ‘વંશ હોસ્પિટલ’ બોગસ ક્લિનિક અને હોસ્પિટલ મળી આવી

સુરત જિલ્લામાંથી વધુ એક બોગસ ક્લિનિક અને હોસ્પિટલ ઝડપાઈ. ઓલપાડના અટોદરા ગામેથી ઝડપાઈ ક્લિનિક અને હોસ્પિટલ. આરોગ્ય પ્રધાન પ્રફુલ પાનસેરીયાના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું હતું અને સરપ્રાઈઝ ચેકીંગ હાથ ધર્યું હતું. ચેકીંગ માં ‘શ્રી હેલ્થ કેર ક્લિનિક’ તેમજ ‘વંશ હોસ્પિટલ’ બોગસ ક્લિનિક અને હોસ્પિટલ મળી આવી. લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરતા આ બંને સંચાલકો સામે પોલીસ તંત્ર દ્વારા FIR નોંધવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી. આરોગ્ય વિભાગની આ કડક કાર્યવાહીથી પંથકના બોગસ તબીબોમાં ફફડાટ વ્યાપી ગયો છે.
(7:01 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
