તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 6th September 2026
ભાદરવી પૂનમ પર્વે અંબાજી માતાજીના દર્શન માટે નોંધાયેલા 1600થી વધુ પદયાત્રા સંઘો અંબાજી તરફ ધજા સાથે આવશે.
અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર: અંબાજી મંદિરના શિખર પર માત્ર 5 મીટરની ધજા જ ચઢાવાશે તેથી પદાત્રીઓ અને સંઘોને પાંચ મીટરની જ ધજા લઈને આવે તેવી ખાસ અપીલ

યાત્રાધામ અંબાજી ખાતે ભાદરવી પુનમના મેળાને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે. અંબાજી માતાજીના દર્શન કરવા માટે નોંધાયેલા 1600થી વધુ પદયાત્રા સંઘો અંબાજી તરફ ધજા સાથે આવશે. ત્યારે અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા મહત્વપૂર્ણ સૂચના જાહેર કરવામાં આવી. અંબાજી મંદિરના શિખર પર માત્ર 5 મીટરની ધજા જ ચઢાવવામાં આવશે, તેથી પદાત્રીઓ અને સંઘોને પાંચ મીટરની જ ધજા લઈને આવે તેવી ખાસ અપીલ કરવામાં આવી છે.
લાંબી ધજા લઈને આવતા શ્રદ્ધાળુઓની ધજા મંદિરના શિખર પર ચઢાવવામાં નહીં આવે અને તેને માતાજીના મંદિરમાં મૂકવામાં આવશે. ભાદરવી પુનમના મેળા દરમિયાન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ અંબાજી પહોંચવાના હોવાથી વ્યવસ્થા અને ભીડને ધ્યાનમાં રાખીને મંદિર ટ્રસ્ટ દ્વારા વિશેષ તૈયારીઓ કરવામાં આવી રહી છે.
(5:25 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
