તા. ૧૨ નવેમ્બર ર૦ર૬ વિક્રમ સંવત ર૦૮૩ કારતક સુદ – ૩ ગુરૂવાર
News of Sunday, 1st November 2026
વિરમગામના લીયા ગામે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે 50થી વધુ ગેરકાયદે દબાણો હટાવાયા
તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સ્થાનિક પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ: પોલીસ કાફલો હાજર હોવાને કારણે મામલો વધુ બગડતા અટક્યો

અમદાવાદ જિલ્લાના વિરમગામ તાલુકાના લીયા ગામે તંત્ર દ્વારા વહેલી સવારે ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે મેગા ડિમોલિશન હાથ ધરવામાં આવ્યું હતું. લીયા ગામના સર્વે નંબર 109 પૈકીની જમીન પર વર્ષોથી ખડકાયેલા ગેરકાયદે બાંધકામો અને દબાણોને હટાવવાની કામગીરી ગ્રામ પંચાયત અને તાલુકા વિકાસ અધિકારી (TDO) ની ઉપસ્થિતિમાં શરૂ કરવામાં આવી હતી.
દબાણ હટાવવાની આ ઝુંબેશ દરમિયાન વાતાવરણ તણાવપૂર્ણ બન્યું હતું. કામગીરી પૂરજોશમાં ચાલી રહી હતી ત્યારે જ તાલુકા વિકાસ અધિકારી (TDO) અને સ્થાનિક પદાધિકારીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી અને ઘર્ષણ જોવા મળ્યું હતું. જોકે, પોલીસ કાફલો હાજર હોવાને કારણે મામલો વધુ બગડતા અટક્યો હતો અને પ્રશાસને પોતાની કામગીરી ચાલુ રાખી હતી.
(7:20 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
